Get The App

અકોટાની ચેતન સોસાયટીના ઘર દેરાસર માંથી ભગવાનના મુગટ અને માળાની ચોરી

Updated: May 30th, 2026

GS TEAM

Google News
Google News
અકોટાની ચેતન સોસાયટીના ઘર દેરાસર માંથી ભગવાનના મુગટ અને માળાની ચોરી 1 - image

વડોદરાઃ અકોટા વિસ્તારમાં આવેલા ઘર દેરાસરમાંથી ચોરો ભગવાનનો ચાંદીનો મુગટ અને માળા મળી રૃ.૧.૮૫ લાખની મતા ચોરી ગયા હોવાનો બનાવ બનતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

અકોટા સ્ટેડિયમ પાછળઅમી ફ્લેટમાં રહેતા સીએ પ્રતાપભાઇ બાવચંદભાઇ શાહે પોલીસને કહ્યું છેકે,અકોટાની ચેતન સોસાયટીમાં અમારા ત્રણ ભાઇઓના સંયુક્ત મકાનનું બાંધકામ પૂર્ણ થવાના આરે આવ્યું છે.અમે ભોંયતળિયે ઘર દેરાસર બનાવી તેમાં   ભગવાન શ્રી સુમતિનાથ અને શ્રી શાંતિનાથ પ્રભુજીની પ્રાચીન પ્રતિમાઓની ગઇ તા.૧૪મી મે એ પ્રતિષ્ઠા કરી હતી.

ગઇકાલે તા.૨૯મીએ રાત્રે ૭.૩૦વાગે અમે દર્શન-આરતી કરી દેરાસર બંધ કર્યું હતું.આજે વહેલી સવારે ૫.૩૦વાગે દેરાસર ખોલતાં શ્રી સુમતિનાથ પ્રભુનો ૫૦૦ ગ્રામ ચાંદીનો સોનાના ઢોળ ચઢાવેલો મુગટ અને અમેરિકન ડાયમંડની ૧૬ કેરેટની માળા ચોરાઇ ગયા હોવાનું જણાઇ આવ્યું હતું.આ વખતે બારી પણ તૂટેલી હતી.જેથી અકોટા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.