Get The App

કારેલીબાગના મકાનમાં સવારે બે કલાકના ગાળામાં ચોરો 12 તોલાના દાગીના અને રોકડ ચોરી ગયા

Updated: Jun 2nd, 2026

GS TEAM

Google News
Google News
કારેલીબાગના મકાનમાં સવારે બે કલાકના ગાળામાં ચોરો 12 તોલાના દાગીના અને રોકડ ચોરી ગયા 1 - image

વડોદરાઃ કારેલીબાગની સોસાયટીમાં સવારના બે કલાકના સમયગાળામાં ચોરો મકાનનું તાળું તોડી ૧૨તોલા ઉપરાતંના દાગીના અને રોકડ ચોરી ગયા હોવાનો બનાવ બનતાં હરણી પોલીસે તપાસ હાથ ધરી છે.

વીઆઇપી રોડની ગોવિંદપાર્ક સોસાયટીમાં રહેતા ધવલભાઇ પંચાલે પોલીસને કહ્યું છે કે,ગઇકાલે સવારે પોણા દસેકવાગે હું ઓફિસે ગયો હતો અને મારી પત્ની તાળું મારી પુત્રના એડમિશન માટે સ્કૂલે ગઇ હતી.બપોરે બાર વાગ્યે પત્ની પરત ફરી ત્યારે દરવાજાનું તાળું નહતું અને અંદર સામાન પણ વેરવિખેર હતો.

તપાસ કરતાં ચોરો મકાનમાંથી ૧૨ તોલા ઉપરાંતના રૃ.૧.૮૦ લાખની કિંમતના (હાલની બજાર કિંમત રૃ.૧૬ લાખથી વધુ) સોનાના દાગીના  અને રોકડા રૃ.આઠ હજાર ચોરી ગયા હોવાનું જણાઇ આવ્યું હતું.હરણી પોલીસે આ અંગે સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ હાથ ધરી છે.ચોરીમાં કોઇ જાણભેદુ હોવાની પણ શંકા વ્યક્ત થઇ રહી છે.