Gujarat

જામનગર નજીક ખીમરાણામાં ઓટો પાર્ટ્સની દુકાનમાં ચોરી: તસ્કરો ઓટો પાર્ટ્સના માલ સામાનની ચોરી કરી ગયાની ફરિયાદ

By GS TEAM
17 Oct 20251 min read
TukuTouch Logo
જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતા અને ઓટો પાર્ટ્સની દુકાન ધરાવતા અશ્વિનભાઈ રમણીક લાલ ધારવિયાની ખીમરાણા ગામના પાટીયા પાસે આવેલી ઓટો પાર્ટસની દુકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર નજીક ખીમરાણામાં ઓટો પાર્ટ્સની દુકાનમાં ચોરી: તસ્કરો ઓટો પાર્ટ્સના માલ સામાનની ચોરી કરી ગયાની ફરિયાદ

જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતા અને ઓટો પાર્ટ્સની દુકાન ધરાવતા અશ્વિનભાઈ રમણીક લાલ ધારવિયાની ખીમરાણા ગામના પાટીયા પાસે આવેલી ઓટો પાર્ટસની દુકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધી હતી. દુકાનની પાછલી બારીના લોખંડના સળિયા વાળી તસ્કરોએ અંદર પ્રવેશ મેળવી લીધો હતો, અને લોખંડના ઘોડામાં રાખવામાં આવેલા ટ્રકના જુદા-જુદા સ્પેરપાર્ટ વગેરે સહિત કુલ રૂપિયા 37,600ની કિંમતના માલસામાનની ચોરી કરી લઈ ગયા હતા. 

જે બનાવ અંગે અશ્વિનભાઈ એ પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં એએસઆઈ એન બી જાડેજા સમગ્ર મામલામાં વધુ તપાસ ચલાવી રહ્યા છે.