Gujarat

કોસમડીનો યુવક પ્રધાનમંત્રી યોજના નામે છેતરાયો

By GS Team
26 Apr 20201 min read
This article was originally published on 26 Apr 2020
કોસમડીનો યુવક પ્રધાનમંત્રી યોજના નામે છેતરાયો

અંક્લેશ્વર તા.26 એપ્રિલ 2020 રવીવાર

અંકલેશ્વર તાલુકાનાં  કોસમડી ગામની સાંઈ વાટિકા એપાર્ટમેન્ટમાં એક યુવક ઉપર અજાણ્યા શખ્સનો  ફોન આવ્યો હતો . પ્રધાનમંત્રી યોજના હેઠળની વાત કરી  પીન નંબર માંગી ખાતા માંથી રૂ.50  હજાર ઉપાડી લીધા હતા. 

 અંકલેશ્વરનાં  કોસમડી ગામની સાંઈ વાટિકા એપાર્ટમેન્ટમાં રહેતા દેવેન્દ્ર પરમાર  ઉપર એક અજાણ્યા ઈસમનો ફોન આવ્યો હતો.તેણે જણાવ્યું હતુ કે પ્રધાનમંત્રી યોજના અંગે વાત કરીને દેવેન્દ્ર નાં બેંક ખાતાને લગતી વિગતો જાણીને પીન નંબર માંગ્યો હતો.ભેજાબાજની વાતમાં ફસાય ગયેલા યુવકે  એટીએમનો  પીન નંબર આપી દીધો હતો.

 દેવેન્દ્ર પરમારે પીન નંબર  ભેજાબાજને  આપતા તેઓના ખાતામાંથી રૃપિયા 50,000   રકમ ઉપાડી લીધી  હોવાની યુવકને બાદમાં જાણ થતા તેઓએ જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વધુમાં  દેવેન્દ્ર પરમારે જણાવ્યુ હતુ કે કોઇપણ ફોન પરથી પીન નંબર માંગે તો આપવો નહીં તેવી અપીલ કરી હતી.