Get The App

જીવ ગુમાવનાર મહિલા આણંદથી દર્શન કરવા આવી હતી

રવિવારે વહેલી સવારે નશેબાજ કારચાલકે કચડી નાખતા મોત થયું હતું

Updated: May 5th, 2026

GS TEAM

Google News
Google News
જીવ ગુમાવનાર મહિલા આણંદથી દર્શન કરવા આવી હતી 1 - image

વડોદરા રવિવારે વહેલી સવારે એમ.જી. રોડ પર નશેબાજ વાહનચાલકની ટક્કરે જીવ ગુમાવનાર મહિલા આણંદની હોવાનું બહાર આવ્યું છે. મહિલા દર રવિવારે આણંદથી વડોદરા દર્શન કરવા આવતી હતી. 

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રવિવારે વહેલી સવારે સવા ચાર વાગ્યે માંડવીથી ન્યાયમંદિર તરફ જવાના રોડ પર અજાણ્યા વાહન ચાલકે એક વૃદ્ધાને ટક્કર મારતા ગંભીર ઇજા થતા મોત થયું  હતું. પોલીસે દારૃના નશામાં કાર ચલાવતા ફોટોગ્રાફર હિતેનરાજેશભાઇ રાજપૂત, ઉં.વ.૨૫ (રહે. શરદનગર,તરસાલી) ની ધરપકડ કરી હતી. તેના મિત્રોેએ પણ દારૃનો નશો કર્યો હોઇ પોલીસે તેઓની પણ ધરપકડ કરી હતી. મહિલા પાસેથી મોબાઇલ નંબર લખેલી મળેલી ચિઠ્ઠીના આધારે સિટિ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.વી.વી.ઝાલાએ  તેના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. મરનારનું નામ સુખીબેન પરમાર, ઉ.વ.૫૧ (રહે.બામરોલી, મહુડીયાપુરા, તા.આણંદ) હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.