Get The App

જિલ્લામાં હોટલો અને ગેસ એજન્સીના ગોડાઉનમાં પુરવાઠા વિભાગનું ચેકિંગ

Updated: Mar 15th, 2026

GS TEAM

Google News
Google News
જિલ્લામાં હોટલો અને ગેસ એજન્સીના ગોડાઉનમાં પુરવાઠા વિભાગનું ચેકિંગ 1 - image

- એલપીજી સિલિન્ડરની કાળાબજારી અટકાવવા

- ઘરેલું - કોમશયલ ગેસ સિલિન્ડરના જથ્થાની અને સ્ટોક રજિસ્ટરની ચકાસણી કરવામાં આવી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને જિલ્લામાં ગેસ સિલિન્ડરના ગેરકાયદેસર વપરાશ અને સંગ્રહખોરી અટકાવવા હોટલો, રેસ્ટોરન્ટ અને ખાણી-પીણીના વિવિધ એકમો પર આકસ્મિક તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

જે તપાસ દરમિયાન ખાસ કરીને વ્યાપારી હેતુ માટે ઉપયોગમાં લેવાતા ગેસ સિલિન્ડરના જથ્થાની ચકાસણી કરવામાં આવી હતી તેમજ હોટલ સંચાલકો દ્વારા નિયમ મુજબના સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે કે કેમ ? ગેસ સિલિન્ડર વધુ સંગ્રહ કરવામાં આવ્યા છે કે કેમ ? તેની પણ સ્થળ પર જઈ તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત,જીલ્લાના વિવિધ વિસ્તારોમાં કાર્યરત એલ.પી.જી. ગેસના ગોડાઉનો ખાતે પણ પુરવઠા વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જે તપાસ દરમિયાન ગોડાઉનોમાં રહેલા સ્ટોક રજીસ્ટરની એન્ટ્રીઓ અને ત્યાં ઉપલબ્ધ જથ્થાની ચકાસણી કરવામાં આવી હતી. ગેસના જથ્થામાં કોઈ વિસંગતતા જણાય અથવા સંગ્રહખોરી કરવામાં આવતી હોય તો તેને અટકાવવા માટે તંત્ર દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી હતી.