Gujarat

જામનગર: વસઇ ગામની સીમમાંના ઝાડની ડાળીમાં પરપ્રાંતિય યુવાનનો ગળાફાંસો

By GS Team
22 May 20201 min read
This article was originally published on 22 May 2020
જામનગર: વસઇ ગામની સીમમાંના ઝાડની ડાળીમાં પરપ્રાંતિય યુવાનનો ગળાફાંસો

જામનગર, તા. 22 મે 2020, શુક્રવાર

જામનગરમાં ગ્રીનસીટી વિસ્તારમાં રહેતા એક યુવાને કરિયાણાની ખરીદી અને પૈસા બાબતે પોતાની પત્ની સાથે બોલાચાલી કર્યા પછી ઘર છોડી દીધું હતું. અને વસઇ ગામ ની સીમમાં લીમડાના ઝાડની ડાળીઓમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.

આ બનાવની વિગત એવી છે કે જામનગરના ગ્રીન સિટી પાસે યુવા પાર્કમાં રહેતા અને મજૂરી કામ કરતા ધનપાલસિંહ પુણ્યસિંહ રાણા નામના પચીસ વર્ષના એક યુવાને ગઈકાલે પોતાના ઘેરથી નીકળી જઈ વસઇ ગામ માં સીમ વિસ્તારમાં લીમડાના ઝાડની ડાળીમાં ઓઢણી બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો.

આ બનાવ અંગે મૃતક ની પત્ની તુલસી ધનપાલસિંહ રાણા એ પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. પત્ની સાથે સામાન્ય બોલાચાલી પછી ઘર છોડી દઈ આ પગલું ભરી લીધું હોવાનું જાહેર કરાયું છે, જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.