Gujarat

ઇડરમાં મકાનનું ધાબુ ભરવા બચાવેલા રૂપિયા 50 હજાર તસ્કરો ચોરી ગયા

By GS Team
2 Jan 20221 min read
This article was originally published on 2 Jan 2022
ઇડરમાં મકાનનું ધાબુ ભરવા બચાવેલા રૂપિયા 50 હજાર તસ્કરો ચોરી ગયા

ઇડર, તા. 1

હતી. આ ઘરના અંગે પોલીસે અજાણ્યા શખ્સ સામે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

મકાન માલિક ઘરની આગળના ભાગે સૂતા હતા અને તસ્કરો પાછળના દરવાજાથી ચોરી કરી ફરાર થયા

નાયક નગર વિસ્તારમાં રહેતા અને મજુરી કામ કરી ગુજરાન ચલાવતા મુકેશભાઈ જેઠાભાઈ પરમાર શુક્રવારે બપોરે બિમારી માટેની ગોળી ગળી ઘરના આગળના ભાગે સુઈ ગયા હતા તેવામાં કોઈ તસ્કર પાછળના દરવાજેથી ઘરમાં પ્રવેશ્યો હતો. ત્યારબાદ આ તસ્કર ઘરમાં શોધખોળ કરી મુકેશભાઈએ મજુરી કરી કરી ધાબુ ભરવા માટે બચાવેલા રૂપિયા ૫૦,૦૦૦ની રોકડ રકમ ચોરી ફરાર થઇ ગયો હતો.

બાદમાં સાંજના સુમારે ઉંઘમાંથી ઉઠેલા મુકેશભાઈ ઘરમાં જતાં ઘરમાંની ચીજવસ્તુઓ વેરણ-છેરણ પડેલી હતી અને કબાટમાં મુકેલા ૫૦ હજાર ભરેલા પતરાનો ડબો ગાયબ હતો. જેથી તેઓએ તેમના ભાઈ રમેશભાઈ સહિત આજુબાજુના લોકોને જાણ કર્યા બાદ પોલીસ મથકે જઇ અજાણ્યા તસ્કર સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

મજૂરી કામકરી ધાબુ ભરવા માટે બચાવેલ રકમ ચોરાઈ જતાં, આ પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો છે.