ખાદ્ય તેલમાં વર્ષમાં 7 થી 18 ટકા અને બે વર્ષમાં 10 થી 56 ટકા સુધીનો કમરતોડ વધારો, પ્રજા પરેશાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Edible Oil Price Hike: ગુજરાતમાં 29 લાખ હેક્ટર સહિત દેશમાં હાલ ચાલી રહેલી ખરીફ ઋતુમાં 199.84, આશરે 200 લાખ હેક્ટરમાં તેલીબિયાંનો પાક લેવાતો હોય છે અને ચાલુ વર્ષે આજ સુધીમાં 172 લાખ હેક્ટરમાં ખરીફ વાવણી થઈ છે. તેલીબિયા ઉત્પાદન જળવાતું હોવા છતાં સંસદમાં સરકારે આપેલી વિગત મુજબ ગત એક વર્ષમાં ખાદ્યતેલમાં 7.26 થી 18.03 ટકાનો અને ગત બે વર્ષમાં 10.25થી 56.13 ટકાનો તોતિંગ વધારો થયો છે.
માત્ર ખાદ્યતેલો એવા છે જેમાં બે વર્ષમાં સતત અને સૌથી વધુ ભાવ વધ્યા
ખાધ્ય, જાહેર વિતરણ વ્યવસ્થા મંત્રાલયે આપેલી વિગત અનુસાર ગત વર્ષે તા. 28 જુલાઈ-2025ની સાપેક્ષે આ વર્ષે આ તારીખે ચોખા, ઘઉંનો લોટ, તુવેર દાળ, મગ, મસૂર દાળ, ખાદ્યતેલો ખાંડ, દૂધ, દેશી ઘીથી માંડીને જુવાર, બાજરા, નમક સહિત તમામ જીવનજરૂરી આશરે 31 ચીજવસ્તુના ભાવ વધ્યા છે (જેમાં ભાવ રૂપિયામાં ગણાય છે). તેમાં એક વર્ષમાં સૌથી વધુ ભાવ વધારો ડુંગળીમાં 25 ટકાનો થયો પરંતુ, બે વર્ષના ભાવ સરખાવતા ડુંગળીમાં 20 ટકા જેવો ઘટાડો છે. પરંતુ, એક માત્ર ખાદ્યતેલો એવા છે જેમાં બે વર્ષમાં સતત અને સૌથી વધુ ભાવ વધ્યા છે.
તેલીબિયાંનું ઉત્પાદન પાંચ વર્ષમાં 380 લાખ ટનથી વધીને 431 લાખ ટન
તેલ મોંઘુ હોવાનું કારણ તેલીબિયાંનું ઓછું ઉત્પાદન નથી. ખાદ્યતેલો જેમાંથી બને છે તે તેલીબિયાંનું ઉત્પાદન ભારતમાં પાંચ વર્ષ પહેલાં 2021-22માં ખરીફ 239.72 લાખ ટન હતું તે 2024-25માં વધીને 280 લાખ ટન બાદ તેમાં ઈ.2025-26માં આંશિક ઘટીને પણ અગાઉના વર્ષોથી વધીને 266.68 લાખ ટન થયું છે. જ્યારે રવિ ઋતુ સહિત વર્ષનું તેલીબિયા ઉત્પાદન સતત બે વર્ષથી 430 લાખ ટન જેટલું થયું છે. ચાલુ વર્ષે તા. 31 જુલાઈ સુધીમાં ગુજરાતમાં 24 લાખ હે.સહિત દેશમાં 172.32 લાખ હેક્ટરમાં તેલીબિયાંનું વાવેતર થયું છે જે ગત વર્ષ કરતા 1.19 લાખ હેક્ટર વધારે છે.









