Get The App

એકતાનગરથી ચાલતી કેટલીક ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરાયો

Updated: Feb 5th, 2026

GS TEAM

Google News
Google News
એકતાનગરથી ચાલતી કેટલીક ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરાયો 1 - image

મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ એકતાનગર સ્ટેશન પરથી ચાલતી કેટલીક ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ ફેરફારો અલગ-અલગ તારીખોથી અમલમાં આવશે.

પશ્ચિમ રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ટ્રેન નંબર 09410 એકતાનગર-અમદાવાદ સ્ટીમ હેરિટેજ સ્પેશલ (દ્વિ-સાપ્તાહિક) તા.14 ફેબ્રુઆરીથી એકતાનગર સ્ટેશન પરથી અગાઉના રાત્રે 8:20 કલાકના બદલે હવે 8:30 કલાકે પ્રસ્થાન કરશે.

તે ઉપરાંત, ટ્રેન નંબર 20950 એકતાનગર-અમદાવાદ જનશતાબ્દી એક્સપ્રેસ તા.9 ફેબ્રુઆરીથી આગામી સૂચના સુધી એકતાનગર સ્ટેશન પરથી અગાઉના રાત્રે 8:55 કલાકના બદલે હવે 8:50 કલાકે પ્રસ્થાન કરશે.

આ સાથે, ટ્રેન નંબર 69206 એકતાનગર-પ્રતાપનગર મેમુના સમયપત્રકમાં પણ તા.10 ફેબ્રુઆરીથી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન હવે એકતાનગર સ્ટેશન પરથી રાત્રે 10:35 કલાકના બદલે 9:05 કલાકે પ્રસ્થાન કરશે.

ચાંદોદ સ્ટેશન પર અગાઉના રાત્રે 11 કલાકના બદલે રાત્રે 10:15 કલાકે, ડભોઈ સ્ટેશન પર 11:20ના બદલે 10:35 કલાકે પહોંચશે અને પ્રતાપનગર સ્ટેશન પર અગાઉના રાત્રે 12:05 કલાકના બદલે હવે 11:15 કલાકે પહોંચશે.