Gujarat

જામનગર શહેરમાં પ્રીકોશન ડોઝ ની કામગીરી 91.19 ટકા

By GS Team
26 Jan 20221 min read
This article was originally published on 26 Jan 2022
જામનગર શહેરમાં પ્રીકોશન ડોઝ ની કામગીરી 91.19 ટકા

- 15થી 18 વર્ષની વયના તરુણો માટેના ડોઝની 62.35 ટકા કામગીરી સંપન્ન

જામનગર તા. 25

જામનગર શહેર-જિલ્લામાં વેક્સિનેશન ની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે ત્યારે આજ સુધીમાં 91.19 ટકા લોકોએ પ્રીકોશન ડોઝ મેળવી લીધો છે. જ્યારે 62.35 ટકા બાળકોએ વેક્સિનેશન કરાવી કરાવ્યું છે.

જામનગરમાં કોરોનાના કેસનો રાફડો ફાટયો છે, ત્યારે આરોગ્ય શાખા દ્વારા અનુસંગિક  કામગીરી કરવામાં આવી રહી છે,  શહેરમાં 11 જેટલા સંજીવની રથ દોડતા કરવામાં આવ્યા છે. ઉપરાંત શહેરના અલગ-અલગ  વિસ્તારોમાં ધન્વંતરિ રથ પણ દોડાવવાવા માં આવી રહ્યા છે. આ કામગીરી દરમિયાન 18 વર્ષથી ઉપર ના કુલ 5,10,497 લોકો ના લક્ષ્યાંક સામે 5,20,792 લોકોએ વેકસીન નો ડોઝ લીધો હોવાથી ટકાવારી 102ની થવા પામી છે. જ્યારે બીજા ડોઝ માં 4,72,159 માંથી 2,41,391 લોકોએ ડોઝ મેળવી લેતાં ટકાવારી જોઈએ તો 80.66 ની થવા પામી છે.

તથા પ્રિકોશન ડોઝ માં 11,000 ના લક્ષ્યાંક સામે 10,031 લોકો એ વેકસીનેશન કરવી લેતાં 91.19 ટકા કામગીરી પૂર્ણ થવા પામી છે. જ્યારે 15 થી 17  વર્ષ ના બાળકો માં 35,260ના લક્ષ્યાંક સામે 21,887 બાળકો એ વેકસીનેસન કરવી લીધું છે.એટલે તેની ટકાવારી 62.36 થાય છે.

ઉપરાંત લોકોની સુવિધા માટે 104 નંબરની હેલ્પલાઇન પણ કાર્યરત છે. જ્યાં ફોન કરવાથી આરોગ્ય વિભાગની ટિમ ઘરે આવીને  દવા આપી જાય છે.