Gujarat

કામરેજ ટોલપ્લાઝાનો કોન્ટ્રાકટ પુર્ણ પણ સ્થાનિકો પાસે હાલનો જ ચાર્જ વસુલાશે

By GS Team
23 Mar 20222 mins read
This article was originally published on 23 Mar 2022
કામરેજ ટોલપ્લાઝાનો કોન્ટ્રાકટ પુર્ણ પણ સ્થાનિકો પાસે હાલનો જ ચાર્જ વસુલાશે

- સરકારે હાલનો ટેક્સ વસુલવા મંજુરી આપી : નવા કોન્ટ્રાકટર સુધી હાઇવે ઓથોરીટી જાતે ટેક્સ વસુલશે : તા.27 માર્ચે ભાવ જાહેર થશે


         સુરત

કામરેજ ટોલ પ્લાઝા પરનો કોન્ટ્રાક માર્ચ એન્ડીંગ સાથે પૂર્ણ થતો હોવાથી સ્થાનિકોને ટોલ ટેકસમાં મુકિત મળશે કે નહીં ? તે અંગે ચાલેલી અટકળો પર હાલ પૂર્ણ વિરામ મુકાતુ દેખાય છે. નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા સ્થાનિકો પાસે જ ચાર્જ લેવામાં આવે છે તે જ વસુલવાનુ નક્કી કર્યુ હોવાનું જાણવા મળ્યુ છે.

સુરત શહેરને અડીને આવેલા કામરેજ ટોલ પ્લાઝા પર જેને ટોલ ટેકસ ઉધરાવવાનો કોન્ટ્રાક આપ્યો છે. તે કોન્ટ્રાક આગામી 31 મી માર્ચે પૂર્ણ થતો હોવાથી નવો કોન્ટ્રાક ફાળવવાની તજવીજ શરૃ થશે. આ પહેલા નેશનલ હાઇવે ઓથોરીટી 31 મી માર્ચે ટોલ પ્લાઝાનો કબ્જો લઇને એક મહિનો જાતે ટોલ ટેકસ ઉઘરાવશે. આ નવા કોન્ટ્રાકને લઇને કોંગ્રેસના પૂર્વ મંત્રીએ નીતિન ગડકરીને રજુઆત કરી હતી કે નવા કોન્ટ્રાક મુજબ ટેકસમાં ૪૦ ટકા ઘટાડાની જોગવાઇઓ છે. તેનો અમલ કરાવવો જોઇએ. જો કે નેશનલ હાઇવે ઓથોરીટીના સુત્રો જણાવે છે કે નવો કોન્ટ્રાક ફાળવતા પહેલા ટોલ ટેકસ ઘટાડવો કે નહીં ? તે માટે સરકારમાંથી મંજુરી લેવી પડે છે. જેમાં હાલ સરકારે જે ભાવ નક્કી કર્યા છે તે મુજબ જ સ્થાનિકો પાસેથી ટોલ ટેકસ લેવાનું ઠરાવતા હાલ ટેકસમાં કોઇ ઘટાડાની સંભાવના નથી. પરંતુ આગામી 27 મી માર્ચે નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા ટોલ ટેકસને લઇને એક જાહેરનામું બહાર પાડનાર હોવાથી તે દિવસે ખબર પડશે કે ટોલ ટેકસ ઘટાડાયો કે નહીં.