Gujarat
સાંકરદા હાઇવે પર ડિવાઇડર કૂદીને ધસી આવેલા કન્ટેનરે એસ્ટેટના ગેટ,દુકાન અને રૃમ તોડી નાંખ્યા
By GS TEAM
29 Jan 20261 min read

વડોદરાઃ વડોદરા હાઇવે પર અકસ્માતના બનાવો સતત બનતા હોય છે.જે દરમિયાન સાંકરદા હાઇવે પર આજે પરોઢિયે મોટી દુર્ઘટના થતાં રહી ગઇ હતી.
છાણી નજીક સાંકરદા બ્રિજ પાસે દુર્ગા એસ્ટેટના મેન ગેટ પાસે ડ્રાયફ્રુટની દુકાન અને એક રૃમ આવેલી છે.જેમાં મુકેશ રામ અને તેના બે ભત્રીજા સહિત કેટલાક શ્રમજીવીઓ સૂઇ રહ્યા હતા.
પરોઢિયે એકાએક ધડાકો થતાં શ્રમજીવીઓ બહાર દોડી ગયા હતા.આ વખતે લોખંડની એન્ગલો ભરેલા એક કન્ટેનર તેમના રૃમમાં ધસી આવ્યું હતું અને દિવાલ તોડતાં અમિત નામના ભત્રીજાને ઇજા થઇ હતી.કન્ટેનરે ડ્રાયફ્રુટની દુકાન તેમજ ગેટ પણ તોડી નાંખ્યા હતા.તેનો આગળનો ભાગ તૂટતાં ડ્રાઇવરને પણ ઇજા થઇ હતી.
સારાનસીબે આ દરમિયાન કોઇ વાહન અડફેટમાં નહિ આવતાં બીજા વાહનચાલકો પણ બચી ગયા હતા.નંદેસરી પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.









