Get The App

મ્યુનિ.વહીવટીતંત્રનો છબરડો , નિવૃત્ત અધિકારી SCST ફરિયાદ મુદ્દે લાયોઝન ઓફિસર

ડોકટર હજારી હાલમાં સેન્ટ્રલ ઓફિસ કે આઈ.આર.વિભાગમાં નથી, ડેપ્યુટી કમિશનર

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
મ્યુનિ.વહીવટીતંત્રનો છબરડો , નિવૃત્ત અધિકારી SCST ફરિયાદ મુદ્દે લાયોઝન ઓફિસર 1 - image

     

  અમદાવાદ,બુધવાર,25 ફેબ્રુ,2026

સ્માર્ટ સિટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્રનો છબરડો સામે આવ્યો છે. કોર્પોરેશનમાં વર્ષો સુધી ફરજ બજાવી વય મર્યાદાના કારણે નિવૃત્ત થયેલા ડોકટર નરેન હજારીને એસ.સી.એસ.ટી.અધિકારીઓ,કર્મચારીઓની ફરિયાદો,પ્રશ્નો તેમજ નેશનલ કમિશનર ફોર શીડયુલ કાસ્ટ તેમજ શીડયુલ ટ્રાઈબના પત્રોના સંકલનને લઈ લાયોઝન ઓફિસર તરીકે નિમણૂંક આપતો સરકયુલર ૨૩ ફેબુ્આરીએ કરવામા આવ્યો છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર્જવ શાહના કહેવા મુજબ, મ્યુનિસિપલ કોર્પોરેશન સેન્ટ્રલ ઓફિસ કે આઈ.આર.વિભાગમાં કયાંય ફરજ બજાવતા નથી.

મ્યુનિસિપલ કમિશનરના સીધા નિયંત્રણ હેઠળ સેન્ટ્રલ ઓફિસનો તમામ સ્ટાફ ફરજ બજાવતો હોય છે. મ્યુનિસિપલ કમિશનરની સહી સાથે થતા તમામ સરકયુલર કે પરિપત્ર સેન્ટ્રલ ઓફિસ દ્વારા જ કરવામા આવતા હોય છે. આ પરિસ્થિતિમા પરિપત્ર કરતા પહેલા સેન્ટ્રલ ઓફિસના ધ્યાનમા હોવુ જ જોઈએ કે હાલમાં કયા અધિકારી ફરજ બજાવે છે કે પછી નિવૃત્ત થઈ ગયા છે. ડોકટર હજારી નિવૃત્ત થઈ ગયા હોવાની બાબતથી સેન્ટ્રલ ઓફિસનો સ્ટાફ સુપેરે વાકેફ હોવા છતાં કમિશનરના નામે કરવામા આવેલા સરકયુલરમાં ડોકટર નરેન  જી હજારીના નામ સામે લેબર ઓફિસર( આઈ.આર.ખાતુ) એવો ઉલ્લેખ કરી કામગીરી સોંપવામા આવી છે.