Gujarat

કોઠંબા પોલીસ સ્ટેશનના આરોપીને કોરોનાની સારવાર માટે દાખલ કર્યા બાદ ચકમો આપી ફરાર

By GS Team
6 Jul 20201 min read
This article was originally published on 6 Jul 2020
કોઠંબા પોલીસ સ્ટેશનના આરોપીને કોરોનાની સારવાર માટે દાખલ કર્યા બાદ ચકમો આપી ફરાર

બાલાસિનોર, તા. 6 જુલાઈ 2020, સોમવાર

બાલાસિનોર ખાતે કોવિડ હોસ્પિટલમાંથી ગતરાત્રિના સુમારે કોરોના દર્દી ભાગી જતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી આ અંગેની મળતી વિગતો અનુસાર બાલાસિનોર ખાતે આવેલ મહિસાગર જિલ્લાની કે.એસ.પી. કોવિડ બાલાસિનોર ખાતે કોવિડ હોસ્પિટલમાંથી ગતરાત્રિના સુમારે કોરોના દર્દી ભાગી જતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

આ અંગેની મળતી વિગતો અનુસાર બાલાસિનોર ખાતે આવેલ મહિસાગર જિલ્લાની કે.એસ.પી. કોવિડ હોસ્પિટલમાંથી રાત્રિના સુમારે સંતરામપુરના ફળવા ગામનો મુકેશભાઈ રૃપાભાઈ વળવાઈનામનો કોરોના પોઝિટિવ દર્દી કે જેના ઉપર જિલ્લાના કોઠંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ હતી જેની ધરપકડ કરી તેનો નિયમ પ્રમાણે કોરોના ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવતાં તેને અત્રે દાખલ કરાયેલ જે ગત રાત્રિના સુમારે પોલીસ તેમજ હોસ્પિટલ સ્ટાફને ચકમો આપી નાસી ગયાનું જાણવા મળતા સમગ્ર તંત્રમાં હડકંપ મચી ગયો હતો.

આ અંગે અત્રે ફરિયાદની કોઈ સવિશેષ માહિતી ઉપલબ્દ થઈ શકી નથી બાલાસિનોર પી.એસ.આઇ. રજા ઉપર હોઇ તેમજ ચાર્જના અમલદાર વિરપુર હોઈ પૂરતી માહિતી મળી શકેલ નથી.