Gujarat

ગોત્રીમાં વડ ધરાશાયી થતાં મંદિરના સ્લેબને નુકસાન

By GS TEAM
7 Jan 20261 min read
ગોત્રીમાં વડ ધરાશાયી થતાં મંદિરના સ્લેબને નુકસાન

વડોદરાઃ શહેરમાં જૂના વૃક્ષો ધરાશાયી થવાના બનાવોને કારણે માલ મિલકતની સાથે લોકોને ઇજાઓ પણ થતી હોય છે.ગઇકાલે  બપોરે આવા જ એક બનાવમાં જાનહાનિ થતા રહી ગઇ હતી.

ગોત્રી વુડા ચારરસ્તા પાસે ગીરધર નગર ખાતે આવેલા વીર ક્ષત્રિય ભાથીજી મહારાજના મંદિર પાસે તોતીંગ વડ આવેલો છે.જે વડનો કેટલોક ભાગ તૂટી પડતાં મંદિર પર પડ્યો હતો અને સ્લેબને નુકસાન થયું હતું.

ઉપરોક્ત મંદિર ગ્રામજનોએ સ્વખર્ચે અને મહેનતથી બનાવ્યું હતું.સારાનસીબે આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નહતી.