Get The App

ભાવનગરમાં ગરમીના યલો એલર્ટ વચ્ચે તાપમાન 05.02 ડિગ્રી ઘટયું

Updated: May 16th, 2026

GS TEAM

Google News
Google News
ભાવનગરમાં ગરમીના યલો એલર્ટ વચ્ચે તાપમાન 05.02 ડિગ્રી ઘટયું 1 - image

ગુરૃવારની ગરમીએ ૧૧ વર્ષનો રેકોર્ડ તોડયો હતો

28 કિ.મી.ની ઝડપે લૂ ફૂંકાઈ, ૫૩ ટકા ભેજના કારણે બફારાનો અનુભવ

ભાવનગર - ભાવનગરમાં ગુરૃવારે એક દસકની રેકોર્ડબ્રેક કરનારી ગરમી પડયાં બાદ સૂર્યનારાયણે હળવા પડી કાળઝાળ ગરમીમાં શેકાયેલા નગરજનોને રાહત આપી હતી. આજે શુક્રવારે ગરમીના યલો એલર્ટ વચ્ચે મહત્તમ તાપમાન ૦૬.૦૨ ડિગ્રી ગગડી જતાં આઠ દિવસ બાદ પ્રથમ વખત ગરમીનો પારો ૪૦ ડિગ્રીની નીચે પહોંચ્યો હતો.

ભાવનગરવાસીઓ માટે ઓણ સાલનો ઉનાળો આકરો રહ્યો છે. આઠ દિવસ અંગ દઝાડતી ગરમીનો સામનો કર્યા બાદ આજે શુક્રવારે નાગરિકોએ થોડી રાહત અનુભવી હતી. હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું હોવા છતાં બપોરના સમયે ગરમીનું પ્રમાણ ઓછું રહેતા મહત્તમ તાપમાન ૦૬.૦૨ ડિગ્રી નીચે સકરીને ૩૯ ડિગ્રીએ પહોંચી ગયું હતું. જો કે, ૨૮ કિ.મી.ની ઝડપે લૂ ફૂંકાઈ હતી. સાથે વાતાવરણમાં ૫૩ ટકા ભેજના કારણે બફારાનો અનુભવ કર્યો હતો. રાત્રિના સમયે ગરમીનું જોર નબળું રહેતા લઘુતમ તાપમાન ૨૮ ડિગ્રીએ સ્થિર રહ્યું હતું.