Get The App

VMCમાં પ્રોપર્ટી ટેક્સ અંગે નવી ટેકનોલોજી સિસ્ટમ બનાવાતા જૂની સિસ્ટમમાંથી ડેટા ટ્રાન્સફર અંગે આજથી તા.21 સુધી સિસ્ટમ બંધ રહેશે

Updated: Apr 11th, 2026

GS TEAM

Google News
Google News
VMCમાં પ્રોપર્ટી ટેક્સ અંગે નવી ટેકનોલોજી સિસ્ટમ બનાવાતા જૂની સિસ્ટમમાંથી ડેટા ટ્રાન્સફર અંગે આજથી તા.21 સુધી સિસ્ટમ બંધ રહેશે 1 - image

Vadodara Corporation : વડોદરા શહેરમાં મિલકતોના પ્રોપર્ટી ટેક્સ માટેની નવી ટેકનોલોજી બેઝ સિસ્ટમ બનાવાઇ છે. જેથી હાલની સિસ્ટમથી તમામ ડેટા નવી સિસ્ટમમાં ટ્રાન્સફર કરવાના હોવાથી આજે તા.11, રાત્રે 12 વાગ્યાથી આગામી તા.21, એપ્રિલ રાત્રે 12 વાગ્યા સુધી પ્રોપર્ટી ટેક્સની ઓનલાઈન અને ઓફ લાઈન સિસ્ટમ બંધ રહેશે. 

ઉલ્લેખનીય છે કે મિલકતોના પ્રોપર્ટી ટેક્સ અંગેની નવી ટેકનોલોજી બેજ સિસ્ટમ બનાવવામાં આવી છે. હાલની કાર્યરત જૂની સિસ્ટમમાંથી નવી સિસ્ટમમાં ટ્રાન્સફર થવા લગત વિવિધ કાર્યવાહી કરવાની થાય છે. હાલની સિસ્ટમમાંથી તમામ ડેટા નવી સિસ્ટમમાં લઈ જવાના હોવાથી તા. 11, રાત્રે 12 વાગ્યાથી તા.21 રાત્રિના 12 વાગ્યા સુધી બંધ રહેશે અને બીજા દિવસે તા.22, સવારે 11 વાગ્યાથી સંપૂર્ણ સિસ્ટમ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. આ અંગે તમામ નાગરિકોને જાણ કરવામાં આવે છે તેમ આઈટી ડાયરેક્ટર દ્વારા જણાવ્યું હતું.