Gujarat

સુરતમાં 1995 પછી પહેલીવાર સત્તાવાર વિપક્ષ નહીં હોય, પક્ષપલટો અને વાણીવિલાસને જાકારો

By GS TEAM
28 Apr 20262 mins read
TukuTouch Logo
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. સતત સાતમી વાર પાલિકામાં ભગવો લહેરાયો છે અને વિપક્ષી છાવણીમાં સન્નાટો છવાઈ ગયો છે. આ વખતે સુરતીઓએ પહેલા કમળ અને પછી ખમણના સૂત્રને સાર્થક કર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં 1995 પછી પહેલીવાર સત્તાવાર વિપક્ષ નહીં હોય, પક્ષપલટો અને વાણીવિલાસને જાકારો

Surat News Local Body Election Result: સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે તમામ રૅકોર્ડ તોડી નાખ્યા છે. સતત સાતમી વાર પાલિકામાં ભગવો લહેરાયો છે અને વિપક્ષી છાવણીમાં સન્નાટો છવાઈ ગયો છે. આ વખતે સુરતીઓએ પહેલા કમળ અને પછી ખમણના સૂત્રને સાર્થક કર્યું છે.

ભાજપનો રૅકોર્ડબ્રેક વિજય

ભાજપ: 115 બેઠકો (ઐતિહાસિક જીત)

આમ આદમી પાર્ટી (AAP): 04 બેઠકો (27થી ઘટીને 4 પર)

કોંગ્રેસ: 01 બેઠક (લાંબા સમય બાદ એન્ટ્રી)

કેમ હારી આમ આદમી પાર્ટી?

ગઈ ચૂંટણીમાં 27 બેઠકો જીતનાર આપ આ વખતે માત્ર 4 બેઠકો પર સમેટાઈ ગઈ છે. જેની પાછળના મુખ્ય કારણોમાં જીતેલા 14 કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ જતાં લોકોમાં રોષ હતો. આપના નેતાઓ માત્ર સોશિયલ મીડિયા પર વાઘ બન્યા હતા. બેફામ આક્ષેપો અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ સુરતીઓને પસંદ ન આવ્યો.

આ પણ વાંચો : અમદાવાદ મનપા ચૂંટણી: કેસરિયો ગઢ ગણાતા વોર્ડમાં પહેલીવાર ભાજપના તમામ ઉમેદવારની હાર

સોશિયલ મીડિયા vs ગ્રાઉન્ડ રિયાલિટી

આપની સભાઓમાં ભીડ જોવા મળતી હતી, પણ ભાજપનું સાયલન્ટ વોટિંગ અને મજબૂત પેઇજ પ્રમુખ મોડલ ભારે પડ્યું. આપના પૂર્વ વિપક્ષી નેતા અને ઉપનેતા પણ પોતાની બેઠક બચાવી શક્યા નથી.

સુરત પાલિકા હવે વિપક્ષ વિહોણી બનશે!

નિયમ મુજબ, પાલિકામાં સત્તાવાર વિપક્ષનું પદ મેળવવા માટે ઓછામાં ઓછી 7 બેઠકો હોવી જરૂરી છે. પરંતુ અહીં આપ (4) અને કોંગ્રેસ (1) મળીને પણ આ આંકડો સ્પર્શી શકતા નથી. 1995 પછી ફરી એકવાર સુરત પાલિકા વિપક્ષી નેતાની કેબિન, ગાડી અને ફોન જેવી સુવિધાઓ વિનાની જોવા મળશે. હવે સુરત પાલિકાના અધધ કહી શકાય તેવા 11 હજાર કરોડના વહીવટ પર ભાજપનું એકહથ્થુ શાસન રહેશે.

ભાજપનું કમળ અને ખમણ મોડલ

ભાજપની રેલીઓમાં ભલે પાંખી હાજરી દેખાતી હતી, પરંતુ પરિણામોએ બતાવી દીધું છે કે સુરતની પ્રજાને ભાજપના વિકાસ મોડલ પર અતૂટ ભરોસો છે. આપના આક્રમક અભિગમ સામે ભાજપની શાંત રણનીતિ કામ કરી ગઈ છે.