Gujarat

સુરત: સિંગણપોર વિસ્તારમાં ચા પીવા ગયેલા બે મિત્રોની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા

By GS TEAM
7 Jun 20262 mins read
TukuTouch Logo
સુરતના સિંગણપોર વિસ્તારમાં બે યુવકોની ચપ્પુના ઘા મારીનેહત્યા કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી અનુસાર, 30 વર્ષીય હર્ષિલ પાટીલ અને તેનો મિત્ર 25 વર્ષીય ભટ્ટુ માળી પોતાના અન્ય મિત્રો સાથે સિંગણપોર વિસ્તારમાં ચા પીવા માટે ગયા હતા. આ દરમિયાન ત્યાં હાજર અન્ય કેટલાક યુવકો સાથે કોઈ નજીવી બાબતે તેમની બોલાચાલી થઈ હતી. વાત એટલી હદે વણસી ગઈ કે જોતજોતામાં 10થી 15 જેટલા યુવકોનું ટોળું તિક્ષ્ણ હથિયારો સાથે ત્યાં ધસી આવ્યું હતું અને બંને મિત્રો પર ઘાતક હુમલો કરી દીધો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત: સિંગણપોર વિસ્તારમાં ચા પીવા ગયેલા બે મિત્રોની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા

Surat Crime News: સુરતના સિંગણપોર વિસ્તારમાં બે યુવકોની ચપ્પુના ઘા મારીનેહત્યા કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી અનુસાર, 30 વર્ષીય હર્ષિલ પાટીલ અને તેનો મિત્ર 25 વર્ષીય ભટ્ટુ માળી પોતાના અન્ય મિત્રો સાથે સિંગણપોર વિસ્તારમાં ચા પીવા માટે ગયા હતા. આ દરમિયાન ત્યાં હાજર અન્ય કેટલાક યુવકો સાથે કોઈ નજીવી બાબતે તેમની બોલાચાલી થઈ હતી. વાત એટલી હદે વણસી ગઈ કે જોતજોતામાં 10થી 15 જેટલા યુવકોનું ટોળું તિક્ષ્ણ હથિયારો સાથે ત્યાં ધસી આવ્યું હતું અને બંને મિત્રો પર ઘાતક હુમલો કરી દીધો હતો.

યુવાનોને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા

હુમલાખોરોએ હર્ષિલ અને ભટ્ટુને ટાર્ગેટ કરીને શરીરના ભાગે ચપ્પુના ઉપરાઉપરી ઘા ઝીંકી દીધા હતા. બંને મિત્રો લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા.  હુમલો કરીને તમામ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આસપાસના લોકો દ્વારા બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, હોસ્પિટલના બિછાને ટૂંકી સારવાર દરમિયાન જ બંને મિત્રોએ દમ તોડી દીધો હતો.

આ પણ વાંચો: ભાવનગરમાં મોડી રાત્રે ભયાનક અકસ્માત: પુરપાટ ઝડપે આવતી કારે બાઈકને અડફેટે લીધા બાદ ટેન્કરમાં ઘૂસી, કાકા-ભત્રીજાના મોત

એક જ ઘટનામાં બે આશાસ્પદ મિત્રોની હત્યાના સમાચાર મળતા જ બંને યુવકોના પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં પરિવારજનોના કરુણ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. એકસાથે બે મોતના પગલે મૃતકોના પરિવાર સહિત સમગ્ર સિંગણપોર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. બીજી તરફ,હત્યાની ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત સિંગણપોર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.