Get The App

સુરતમાં પૂરપાટ ઝડપે લક્ઝરી કાર હંકારી અનેક વાહનોના ફુરચા બોલાવ્યા, હવે ચાલકને બચાવવાનો પ્રયાસ!

Updated: Feb 2nd, 2026

GS TEAM

Google News
Google News
સુરતમાં પૂરપાટ ઝડપે લક્ઝરી કાર હંકારી અનેક વાહનોના ફુરચા બોલાવ્યા, હવે ચાલકને બચાવવાનો પ્રયાસ! 1 - image


Surat Accident: સુરતના મગદલ્લા-ડુમસ વિસ્તારમાં રવિવારે (પહેલી ફેબ્રુઆરી) મોડી રાત્રે અકસ્માતની ચોંકાવનારી ઘાટના સામે આવી હતી. એરપોર્ટ રોડ પર અવધ ઉથોપિયા નજીક વિરલ દેસાઈ નામના યુવકે લક્ઝરી કાર પરથી કાબૂ ગુમાવતા પાર્ક કરેલા 3 કાર અને 2 મોપેડને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો છે, જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

રેસિંગ ટ્રેક સમજી લક્ઝરી કાર દોડાવી

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાનુસાર, કારની ઝડપ એટલી પ્રચંડ હતી કે જાણે કારચાલક રોડને રેસિંગ ટ્રેક સમજી રહ્યો હોય. બેકાબૂ બનેલી કારે રસ્તાની બાજુમાં ઉભેલા વાહનોને એવી ટક્કર મારી કે તમામ વાહનોને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે. આ અકસ્માત મોડી રાત્રે થયો હોવાથી અને મોટાભાગના વાહનો પાર્ક કરેલા હોવાથી કોઈ મોટી જાનહાનિ ટળી હતી. ત્રણ રાહદારીઓ/વાહનચાલકોને નાની-મોટી ઈજાઓ પહોંચતા સારવાર આપવામાં આવી છે.

આ પણ વાંચો: પાલનપુરમાં હડકાયા શ્વાન જેવું વર્તન કરતો યુવક 24 કલાકમાં સ્વસ્થ, જાણો ડોક્ટરોએ શું કહ્યું?

અકસ્માત સર્જનાર યુવક વિરલ દેસાઈ પણ આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયો છે, જેને હાલ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જોકે, અકસ્માત બાદ તરત જ સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે એવી ચર્ચા શરૂ થઈ છે કે નબીરાને બચાવવા માટે પ્રયાસો થઈ રહ્યા છે. કારચાલકને ચાલુ ગાડીએ 'ખેંચ' આવી હોવાની વાતો વહેતી કરવામાં આવી છે. 

પોલીસે કાર્યવાહી હાથ ધરી

ઘટનાની જાણ થતાં જ ડુમસ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત લક્ઝરી કાર સહિત તમામ વાહનો કબજે લીધા છે. ચાલક નશાની હાલતમાં હતો કે ખરેખર બીમાર હતો તે જાણવા માટે મેડિકલ તપાસની તજવીજ હાથ ધરવામાં આવી છે.