Get The App

બાલાસિનોરમાં ગેસ કે પેટ્રોલ-ડીઝલના કાળાબજારિયા સામે કડક પગલાં લેવાશે

Updated: Mar 16th, 2026

GS TEAM

Google News
Google News
બાલાસિનોરમાં ગેસ કે પેટ્રોલ-ડીઝલના કાળાબજારિયા સામે કડક પગલાં લેવાશે 1 - image

- માલિકો, મેનેજરો અને વિક્રેતા સાથે પોલીસની બેઠક

- કોઇપણ વસ્તુની અછત નથી, અફવાથી દૂર રહી શાંતિ જાળવવા અપીલ, પોલીસે તકેદારી રાખવાનું શરૂ કર્યું

બાલાસિનોર : કોમર્શિયલ વપરાશના રાંધણ ગેસની અછતની અફવાને લઇને દેશભરમાં અત્યારે અફડાતફડીનો માહોલ છે. અમુક જગ્યાએ પેટ્રોલ પમ્પ પર પણ લાંબી કતારો લાગે છે. ત્યારે બાલાસિનોરમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે કાળાબજાર કરતા તત્વોને પકડીને કડક પગલાં લેવાની ચેતવણી પોલીસે આપી છે.

બાલાસિનોર ટાઉન પોલીસે પેટ્રોલ પમ્પના માલિકો, સંચાલકો અને મેનેજરો અને રાંધણ ગેસ એજન્સીના વિક્રેતા સાથે મીટિંગનું આયોજન કર્યું હતું. હાલની સ્થિતિને ધ્યાને લઇને કોઇ વસ્તુની સંગ્રહખોરી કે કાળાબજારી ન થાય તેની તકેદારી રાખવા આ બેઠકમાં તાકીદ કરવામાં આવી હતી. લોકોને પણ ખોટી અફવાથી દૂર રહીને દોડધામ નહીં કરવા અપીલ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી રાંધણ ગેસના કોમશયલ બાટલાની અછતની અફવાના કારણે દેશભરમાં નાના વેપારી દોડધામ કરી રહ્યાં છે. અચાનક માંગ વધતા તેનો ગેરલાભ ઉઠાવી ગુજરાતમાં ઘણાં સ્થળોએ કોમશયલ ગેસ સિલિન્ડરના કાળાબજાર પણ થઇ રહ્યા છે. બાલાસિનોરમાં આવી સ્થિતિ પેદા ન થાય તે માટે અત્યારથી પોલીસ દ્વારા તકેદારી રાખવાનું શરૂ કરાયું છે.