જામનગર જિલ્લામાં જુગાર વિરુદ્ધ કડક કાર્યવાહી : 10 સ્થળોએ દરોડા, અનેક આરોપીઓ ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Gambling Raid : જામનગર શહેર તથા જિલ્લામાં ગઈ કાલે સાંજથી રાત્રિ દરમિયાન પોલીસ દ્વારા જુગારિયાત પ્રવૃત્તિઓ સામે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કુલ દસ સ્થળોએ એકસાથે દરોડા પાડી અનેક શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. તમામ બનાવોમાં જુગાર ધારા મુજબ ગુનાઓ નોંધવામાં આવ્યા છે.
જામનગરના સીટી ‘એ’ ડિવિઝન વિસ્તારમાંથી ઝડપાયેલા આરોપીઓમાં યાસીનભાઈ કરીમભાઈ મેતર, ગની ઇસ્માઈલભાઈ પતાશ, ઈશાકભાઈ જુસબભાઈ મુલ્લા, નીલેશભાઈ મહેન્દ્રભાઈ ભદ્રા, તુષારભાઈ હરીશભાઈ નાખવા, વિજયભાઈ ભગવાનજીભાઈ જોઇસર, સુનિલભાઈ ત્રિકમદાસ કેશવાણી, ભરતભાઈ મેરૂભાઈ મેરાણી તથા બીરજુભાઈ રાજુભાઈ ડાભીનો સમાવેશ થાય છે.
જામજોધપુર વિસ્તારમાંથી ભાવેશગીરી પ્રતાપગીરી ગૌસ્વામી, રવિભાઈ ધીરુભાઈ ઝીઝુવાડિયા તથા રાજેશભાઈ ઉર્ફે રાજુ માવજીભાઈ રાઠોડને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે મેઘપર (પડાણા) વિસ્તારમાં સોમાભાઈ જેસંગભાઈ લાલવાણી સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં જુગારિયાત પ્રવૃત્તિઓને કાબૂમાં લેવા માટે આવી ઝુંબેશ આગળ પણ ચાલુ રાખવામાં આવશે તેવું પોલીસ તંત્ર દ્વારા જણાવાયું છે.








