Get The App

ધો.૧૨ સાયન્સના વિદ્યાર્થીનો ગળા ફાંસો ખાઇને આપઘાત

માતા પિતા મંદિરે દર્શન કરીને પરત આવ્યા ત્યારે બનાવની જાણ થઇ

Updated: Dec 30th, 2025

GS TEAM

Google News
Google News
ધો.૧૨ સાયન્સના વિદ્યાર્થીનો ગળા ફાંસો ખાઇને આપઘાત 1 - image

વડોદરા, ધો.૧૨ સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ   પ્રિ બોર્ડની પરીક્ષાના ૧૮પહેલા ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. જોકે, આપઘાતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, છાણી વિસ્તારમાં રહેતા અને સુથારી કામ કરતા વેપારીનો ૧૭ વર્ષનો પુત્ર ધો.૧૨  સાયન્સમાં ફતેગંજ વિસ્તારની એક સ્કૂલમાં અભ્યાસ કરે છે.આજે સવારે દંપતી મંદિરે દર્શન કરવા ગયું હતું. તેમનો પુત્ર ઘરે એકલો જ હતો. બપોરે તેઓ ઘરે પરત આવ્યા ત્યારે ઘરનો દરવાજો બંધ હતો. તેમણે દરવાજો ખખડાવ્યો  પરંતુ, પુત્રે દરવાજો ખોલ્યો નહતો. જેથી, દરવાજો તોડીને અંદર જઇને જોતા તેમના પુત્રે ગળા ફાંસો ખાઇ લીધો હતો. જે અંગે છાણી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી. જોકે, પોલીસને કોઇ અંતિમ ચિઠ્ઠી મળી નથી. આગામી જાન્યુઆરી મહિનામાં પ્રિ બોર્ડની તથા જે.ઇ.ઇ. ની પરીક્ષા છે. પરીક્ષાના ટેન્શનમાં વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાની શંકા છે.  પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.