Get The App

ગેરકાયદે દીવાલ તોડવા ગયેલા સ્ટાફની કામગીરી અટકાવી

પોલીસે સમજાવવાની કોશિશ કરી તો સસ્પેન્ડ કરી દેવાની ધમકી આપી

Updated: Apr 24th, 2026

GS TEAM

Google News
Google News
ગેરકાયદે દીવાલ તોડવા ગયેલા સ્ટાફની કામગીરી અટકાવી 1 - image

 વડોદરા, આજવારોડ પંચવટી સોસાયટીમાં દબાણ દૂર કરવા ગયેલી કોર્પોરેશનની ટીમ તથા પોલીસ સ્ટાફની કામગીરીમાં અડચણ ઊભી કરનાર પરિવાર સામે બાપોદ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આજવારોડ પંચવટી સોસાયટીમાં એક મકાનનમાં ગેરકાયદે ચણેલી દીવાલ તોડવા ગયેલી કોર્પોરેશનની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત પણ માગવામાં આવ્યો હતો.પોલીસ અને પાલિકાની ટીમ સ્થળ પર કામગીરી કરવા ગઇ ત્યારે મકાન માલિક ભારતેન્દુ ઉમાકાંત જોશી,તેમનો દીકરો હેમ તથા પત્ની ફાલ્ગુની દ્વારા કામગીરીમાં અવરોધ ઊભો કર્યો હતો. પી.એસ.આઇ. આર.એન. પ્રસાદને ધમકી આપી હતી કે, તમને હું જોઇ લઇશ. તમને તથા તમારી સાથે આવેલા  સ્ટાફને સસ્પેન્ડ કરાવી દઇશ.દીવાલ આગળ તેઓ ઊભા રહી ગયા હતા.