Get The App

વડોદરા કોર્ટમાં સતત ગેરહાજર રહેનાર SRP જવાનને બે મહિનાની કેદની સજા

Updated: Apr 4th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરા કોર્ટમાં સતત ગેરહાજર રહેનાર SRP જવાનને બે મહિનાની કેદની સજા 1 - image

Vadodara Court : મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં આરોપી ભરતભાઈ ગણેશભાઈ ચૌધરી (રહે. SRP ગ્રુપ-9, મકરપુરા) ને બે મહિનાની સાદી કેદની સજા ફટકારી  છે.

વર્ષ 2019ના જૂન મહિનામાં ભરત ચૌધરી SRPમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. માતાના આંખના ઓપરેશન માટે તેઓ ત્રણ દિવસની રજા પર ગયા હતા અને 12 જૂનના રોજ ફરજ પર પરત ફરવાનું હતું.

પરંતુ તેઓ નક્કી કરેલા સમય બાદ પણ લાંબા સમય સુધી ગેરહાજર રહ્યા અને ઓક્ટોબર મહિના સુધી ફરજ પર હાજર થયા નહોતાં. આ કારણે તેમની સામે ફરજ પ્રત્યે બેદરકારી અને નિષ્કાળજીનો ગુનો નોંધાયો હતો.

કચેરી દ્વારા આરોપીને ત્રણ વખત નોટિસ પાઠવવામાં આવી હતી, છતાં તેઓ ફરજ પર હાજર થયા નહોતાં. અંતે વિભાગ દ્વારા જ તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

કોર્ટે નોંધ્યું હતું કે, ગેરહાજરી માટે કોઈ વ્યાજબી કારણ રજૂ કરવામાં આવ્યું નથી, વારંવાર નોટિસ છતાં ફરજ પર હાજર ન થવું ગંભીર બેદરકારી છે, આવો વલણ રાખનારને હળવી સજા આપવામાં આવે તો સમાજમાં ખોટો સંદેશ જશે, લાંબા સમય સુધી ગેરહાજર રહી સરકારી સેવા ખોરંભે ચડાવવામાં આવી છે

આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપી ભરત ચૌધરીને બે મહિનાની સાદી કેદની સજા ફટકારી છે.