Get The App

બીમારીથી કંટાળીને એસ.આર.પી.જવાનનો આપઘાત

૯ મહિનાથી બીમાર હોઇ આ પગલું ભરૃ છું : શર્ટના ખિસ્સામાંથીઅંતિમ ચિઠ્ઠી મળી

Updated: Mar 22nd, 2026

GS TEAM

Google News
Google News
બીમારીથી કંટાળીને એસ.આર.પી.જવાનનો આપઘાત 1 - image

 વડોદરા, લાલબાગ એસ.આર.પી. ગુ્રપ -૧માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જવાને બીમારીથી કંટાળીને ગળા  ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે વાડી  પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મૂળ છોટાઉદેપુરના દેવલિયા ગામના  સુમનભાઈ શકુભાઈ રાઠવા (ઉં.વ.૪૪)  હાલમાં ડભોઇરોડ મહાનગર સોસાયટીમાં પરિવાર સાથે રહે છે. તેઓ લાલબાગ એસ.આર.પી.ગુ્રપ -૧માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. સુમનભાઈને સંતાનમાં ૪ દીકરીઓ છે. તેઓ ૩ મહિના અગાઉ પડી જતા થાપાના ભાગે ઇજા થતા સર્જરી કરાવવી પડી હતી.  તે ઉપરાંત તેઓને મણકાની પણ તકલીફ થઇ હતી. જો કે તેઓને સારૃં થઈ જતાં નોકરી પર હાજર  થવાના હતા. આજે  સવારે સાડા અગિયાર વાગ્યે તેમણે  પત્નીને ઝેરોક્સ કઢાવવા મોકલી હતી. પત્ની પરત આવી ત્યાર સુધીમાં તેમણે ગળા ફાંસો ખાઇ લીધો હતો. જે અંગે પોલીસને જાણ કરવામાં આવતા વાડી પોલીસે તપાસ હાથ ધરી હતી. સુમનભાઇના શર્ટના ખિસ્સામાંથી એક અંતિમ ચિઠ્ઠી પણ મળી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, હું નવ મહિનાથી બીમાર હોવાથી કંટાળીને આ પગલું ભરૃં છુ. મારી પત્ની અને મારી છોકરીઓએ મારી ખૂબ સેવા કરી છે. મને મારી પત્ની અને  સ્ટાફથી કોઈ પ્રોબ્લેમ નથી. 



મહિલા એ.એસ.આઇ. સહિત બે  જવાનોના આપઘાતનું કારણ અકબંધ

વડોદરા,

તરસાલી અનુ સોસાયટીમાં રહેતા ૫૭ વર્ષના કૃષ્ણકાંત  શિવસિંહ સોરઠીયા પોલીસ  હેડ ક્વાટર્સના મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં નોકરી કરતા  હતા. તેમણે ગઇ ૧૨ મી તારીખે આપઘાત કરી લીધો હતો. જ્યારે ૪ થી તારીકે રાત્રે કપુરાઇના મહિલા કોન્સ્ટેબલ  પ્રિયંકાબેન રમેશભાઇ પ્રજાપિત (ઉં.વ.૨૮)  ે એ જીવન ટૂંકાવી દીધું હતું. જોકે, બંને  કિસ્સામાં હજી કારણ બહાર આવ્યું નથી.