Gujarat

જામનગર જિલ્લામાં ગઈ રાત્રે પોલીસની વિશેષ કોમ્બિંગ ડ્રાઈવ : 28 આરોપીઓ સામે કડક કાર્યવાહી

By GS TEAM
16 Jun 20261 min read
TukuTouch Logo
જામનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા તેમજ અસામાજિક તત્વો પર અંકુશ લાવવા હેતુસર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ ગઈકાલે રાત્રિના સમયે સમગ્ર જિલ્લામાં વિશેષ કોમ્બિંગ ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ દરમિયાન જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં સઘન ચેકિંગ, પેટ્રોલિંગ અને કોમિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લામાં ગઈ રાત્રે પોલીસની વિશેષ કોમ્બિંગ ડ્રાઈવ : 28 આરોપીઓ સામે કડક કાર્યવાહી

Jamnagar Police : જામનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા તેમજ અસામાજિક તત્વો પર અંકુશ લાવવા હેતુસર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ ગઈકાલે રાત્રિના સમયે સમગ્ર જિલ્લામાં વિશેષ કોમ્બિંગ ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ દરમિયાન જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં સઘન ચેકિંગ, પેટ્રોલિંગ અને કોમિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

 ડ્રાઈવ દરમિયાન દારૂના નશાની હાલતમાં વાહન ચલાવતા, જાહેર સ્થળોએ ધોકા, છરી જેવા હથિયારો સાથે ફરી રહેલા તેમજ જાહેર શાંતિ અને સલામતી માટે જોખમરૂપ બને તેવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. વિવિધ વિસ્તારોમાં હાથ ધરાયેલી તપાસ દરમિયાન અનેક શંકાસ્પદ વ્યક્તિઓની ચકાસણી કરવામાં આવી હતી.

આ વિશેષ કોમિંગ ડ્રાઈવ અંતર્ગત જામનગર જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં કુલ 28 આરોપીઓ સામે વિવિધ કાયદાકીય કલમો હેઠળ ગુનાઓ નોંધવામાં આવ્યા છે. તમામ આરોપીઓની અટકાયત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તથા વધુ તપાસ ચાલુ છે.

જામનગર જિલ્લા પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જાહેર સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આવી કોમ્બિંગ ડ્રાઈવ, નાઈટ પેટ્રોલિંગ અને ચેકિંગની કામગીરી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે. કાયદાનો ભંગ કરનાર અને સમાજમાં ભયનું વાતાવરણ ઊભું કરનાર તત્વો સામે જિલ્લા પોલીસ દ્વારા ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી કડક કાર્યવાહી કરવામાં આવશે.