Get The App

અમદાવાદીઓ માટે ખુશખબર: બોપલ-આંબલી સ્ટેશન પર શરૂ થશે 'રેલવે કોચ રેસ્ટોરન્ટ', 64 લોકો બેસી શકશે

Updated: Mar 20th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદીઓ માટે ખુશખબર: બોપલ-આંબલી સ્ટેશન પર શરૂ થશે 'રેલવે કોચ રેસ્ટોરન્ટ', 64 લોકો બેસી શકશે 1 - image

Railway coach restaurant in Ahmedabad: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા રેલવેના વારસા અને આધુનિક મહેમાનગતિના સંગમ સમાન એક અનોખો પ્રોજેક્ટ આગામી એપ્રિલ મહિનામાં બોપલ-આંબલી રેલવે સ્ટેશન પર શરૂ થવા જઈ રહ્યો છે. 'ઓન ધ ટ્રેક રેસ્ટ્રો એન્ડ કાફે' નામની આ રેસ્ટોરન્ટ એક રિફર્બિશ્ડ ટ્રેનના કોચ અને તેની સાથે જોડાયેલી ખુલ્લી જગ્યામાં તૈયાર કરવામાં આવશે, જેમાં કુલ 154 મહેમાનો માટે બેસવાની વ્યવસ્થા હશે.

અમદાવાદીઓ માટે ખુશખબર: બોપલ-આંબલી સ્ટેશન પર શરૂ થશે 'રેલવે કોચ રેસ્ટોરન્ટ', 64 લોકો બેસી શકશે 2 - image

એર-કન્ડિશન્ડ કોચમાં 64 લોકો બેસી શકશે

રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ એર-કન્ડિશન્ડ કોચમાં 64 લોકો બેસી શકશે, જે મુસાફરોને ટ્રેનના ડબ્બામાં બેસીને જમવાનો અહેસાસ કરાવશે. જ્યારે બાકીની બેઠકો બહારના ખુલ્લા વિસ્તારમાં રાખવામાં આવશે. આ સુવિધા માત્ર રેલવે મુસાફરો માટે જ નહીં, પરંતુ આસપાસના રહીશો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બનશે, જે મોડી રાત્રિના આઉટિંગ અને કેઝ્યુઅલ ડાઇનિંગ માટે નવો વિકલ્પ પૂરો પાડશે.

આ પણ વાંચો: જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાના આખરે ગઈકાલથી દ્વાર ખુલ્યા : સમય બપોરે 12થી સાંજે 7 અને એન્ટ્રી-ફી 25 રૂપિયા: બુધવારે બંધ

અમદાવાદીઓ માટે ખુશખબર: બોપલ-આંબલી સ્ટેશન પર શરૂ થશે 'રેલવે કોચ રેસ્ટોરન્ટ', 64 લોકો બેસી શકશે 3 - image

આ મલ્ટી-ક્યુઝિન રેસ્ટોરન્ટ 24 કલાક કાર્યરત રહેશે

આ મલ્ટી-ક્યુઝિન રેસ્ટોરન્ટ 24 કલાક કાર્યરત રહેશે, જેનાથી આ વિસ્તારમાં 'નાઇટ કલ્ચર'ને વેગ મળવાની આશા છે. જે લોકો ઉતાવળમાં હોય તેમના માટે દિવસ-રાત ટેક-અવે કાઉન્ટરની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. આ પ્રોજેક્ટ અમદાવાદ ડિવિઝનની વ્યાપક યોજનાનો એક ભાગ છે, જે હેઠળ મહેસાણા, ભુજ, ગાંધીધામ અને સાબરમતી જેવા મુખ્ય સ્ટેશનો પર પણ આવી 'રેલ કોચ રેસ્ટોરન્ટ્સ' શરૂ કરવાનું આયોજન છે.

અમદાવાદીઓ માટે ખુશખબર: બોપલ-આંબલી સ્ટેશન પર શરૂ થશે 'રેલવે કોચ રેસ્ટોરન્ટ', 64 લોકો બેસી શકશે 4 - image

લોકો મુસાફરી કર્યા વિના ટ્રેનની મુસાફરી જેવો આનંદ માણી શકશે

આ કોન્સેપ્ટ હેઠળ, નકામા થયેલા ટ્રેનના કોચને થીમ-આધારિત ડાઇનિંગ સ્પેસમાં રૂપાંતરિત કરવામાં આવે છે, જેથી લોકો મુસાફરી કર્યા વિના ટ્રેનની મુસાફરી જેવો આનંદ માણી શકે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોની સુવિધાઓમાં વધારો કરવાની સાથે રેલવે માટે વધારાની આવક ઊભી કરવાનો છે. દરેક રેસ્ટોરન્ટમાં આધુનિક રસોડું હશે અને મેનુમાં સ્થાનિક વાનગીઓ તેમજ ભારતીય અને આંતરરાષ્ટ્રીય વાનગીઓનો સમાવેશ કરવામાં આવશે.

આ પણ વાંચો: ભીડમાં પણ એકલતા : 58% લોકો પાસે મનની વાત કરવા કોઇ નથી, વર્લ્ડ હેપ્પીનેસ ડે પર વાંચો ખાસ રિપોર્ટ

દિલ્હી, મુંબઈ અને ઈન્દોર જેવા શહેરોમાં આ મોડલ પહેલેથી જ સફળ છે

ઉલ્લેખનીય છે કે દિલ્હી, મુંબઈ અને ઈન્દોર જેવા શહેરોમાં આ મોડલ પહેલેથી જ સફળ રહ્યું છે. ગુજરાતમાં પણ નવેમ્બર 2023માં રાજકોટમાં 'ટ્રેકસાઇડ તડકા' નામની આવી જ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી હતી. આ તમામ પ્રોજેક્ટ્સ પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPP) મોડલ હેઠળ ચલાવવામાં આવશે. જો આ પહેલને સારો પ્રતિસાદ મળશે, તો રેલવે આગામી સમયમાં રાજ્યના અન્ય સ્ટેશનો પર પણ આ સુવિધાનો વિસ્તાર કરશે.