Get The App

તું મારી મા નથી,DNA કરવા સેમ્પલ લેવા આવી રહ્યા છે.. તેમ કહી પુત્રએ માતા અને ઓરમાન પિતા પર કુહાડીના ઘા ઝીંક્યા

Updated: Mar 10th, 2026

GS TEAM

Google News
Google News
તું મારી મા નથી,DNA કરવા સેમ્પલ લેવા આવી રહ્યા છે.. તેમ કહી પુત્રએ માતા અને ઓરમાન પિતા પર કુહાડીના ઘા ઝીંક્યા 1 - image

વડોદરાઃ જેતલપુરની કાશીવિશ્વેશ્વર ટાઉનશિપમાં આજે બપોરે એક પુત્રએ તેની માતા તેમજ તેના બીજા પતિ પર કુહાડીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરતાં બંનેને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં લવાયા હતા.જ્યાં માતાની હાલત ગંભીર છે.

કાશીવિશ્વેશ્વર ટાઉનશિપમાં રહેતા ૭૦ વર્ષીય દિલીપકુમાર શાહે પોલીસને કહ્યું છે કે,મારી પ્રથમ પત્ની માલતીનું અવસાન થતાં વર્ષ-૨૦૧૦માં  પુષ્પા પટેલ સાથે રજિસ્ટર મેરેજ કર્યા હતા.૬૨ વર્ષીય પુષ્પાના પતિ જયંતિભાઇ પટેલનું પણ અવસાન થયું હતું અને તે તેના પુત્ર રૃચિતને સાથે લઇને આવી હતી.

મારી પહેલી પત્નીની બંને પુત્રીના લગ્ન થઇ ગયા છે.જ્યારે,બીજી પત્નીના પુત્ર  રૃચિતની હાલમાં ઉંમર ૩૦ વર્ષ છે અને તે અમારાથી અલગ અટલાદરાની યોગી રેસિડેન્સી ખાતે રહે છે.

દિલીપભાઇએ કહ્યું છે કે,આજે બપોરે ૧૧.૩૦ વાગ્યાના અરસામાં પુષ્પા કમ્પાઉન્ડમાં કપડાં સુકવતી હતી ત્યારે રૃચિત ધસી આવ્યો હતો અને તું મારી માતા નથી તેમ કહી બેફામ ઉચ્ચારણો કરી કુહાડી વડે પુષ્પાના માથા,ગળા અને અન્ય ભાગે ઘા ઝીંકવા માંડયો હતો.જેથી હું બચાવવા દોડી આવતાં મારા માથામાં પણ કુહાડીનો ઘા ઝીંકી દીધો હતો.હું મકાનમાં દોડી ગયો હતો અને જાળી બંધ કરી પોલીસને બોલાવી લીધી હતી.જેથી રૃચિત ભાગી ગયો હતો.અકોટા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી રૃચિતની તપાસ હાથ ધરી છે.

તું મારી મા નથી,તારા ડીએનએ સેમ્પલ લેવા આવે છે..મારા પિતાના પૈસાખાઇ ગઇ છે..કહી ઘા ઝીંક્યા

તું મારી મા નથી,DNA કરવા સેમ્પલ લેવા આવી રહ્યા છે.. તેમ કહી પુત્રએ માતા અને ઓરમાન પિતા પર કુહાડીના ઘા ઝીંક્યા 2 - imageમાતાની હત્યાનો પ્રયાસ કરનાર પુત્ર રૃચિતને તેની માતાના બીજા લગ્ન સામે વાંધો હોવાનું મનાય છે.

૧૫ વર્ષ પહેલાં માતાએ  બીજા લગ્ન કર્યા ત્યારે રૃચિતની ઉંમર પંદરેક વર્ષની હતી. પરંતુ ત્યારબાદ તે અલગ રહેવા માંડયો હતો.તેને પિતાના રૃપિયા બાબતે અને માતાના લગ્ન બાબતે વાંધો હોય તેમ મનાય છે.

 માતાની હત્યાના ઇરાદે આવેલા રૃચિતે આવતાં વેંત જ તું મારી માતા નથી,તારા ડીએનએ સેમ્પલ લેવડાવવાના છે, થોડી જ વારમાં સેમ્પલ લેવા માટે આવી રહ્યા છે.તું મારા પિતાના પૈસા ખાઇ ગઇ છે..તેવા ઉચ્ચારણો કરી ઘા ઝીંક્યા હતા.