Get The App

સોફ્ટવેર એન્જિનિયરનો ગળા ફાસો ખાઇને આપઘાત

મોબાઇલના વોલપેપર પર સ્યૂસાઇડ નોટ લખી : જિંદગીથી હતાશ થયાનો ઉલ્લેખ

Updated: Mar 30th, 2026

GS TEAM

Google News
Google News
સોફ્ટવેર એન્જિનિયરનો ગળા  ફાસો ખાઇને આપઘાત 1 - image

વડોદરા,વડોદરામાં છેલ્લા પાંચ  વર્ષથી રહેતા ૨૨ વર્ષના સોફ્ટવેર એન્જિનિયરે જિંદગીથી  હતાશ થઇને ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે સમા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, જૂનાગઢના  ટીબરવાડી બાયપાસ રોડ ગુંજન એપાર્ટમેન્ટનો મૂળ વતની અનમ  સાજીદભાઇ બાબી (ઉં.વ.૨૨) છેલ્લા પાંચ વર્ષથી વડોદરામાં રહે છે. છેલ્લા દોઢ વર્ષથી તે  સમા મધુરમ ટેનામેન્ટમાં રહે છે. આજે સવારે  તેણે ઘરે ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. એક દિવસ પહેલા જ તેણે પરિવાર સાથે વાત પણ કરી હતી. પોલીસને તેના મોબાઇલ ફોનના વોલપેપર પર એક સ્યૂસાઇડ નોટ મળી છે. જેમાં તેણે જિંદગીની હતાશા દર્શાવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો પ્રકાશમાં આવી છે કે, યુવક નીચ ેરહેતા મકાન માલિક  પાસેથી ટેબલ લઇને આવ્યો હતો અને પોતાની રૃમમાં જઇને ફાંસો ખાઇ લીધો હતો. થોડીવાર પછી મકાન માલિક ટેબલ લેવા ગયા ત્યારે બનાવની જાણ થઇ હતી.



હું તમામ આશાઓ છોડી ચૂક્યો છું, મને માફ કરજો...

 વડોદરા,

ચિઠ્ઠીમાં તેણે લખ્યું હતું કે, હું જાણુ છું કે તમને ઘણા પ્રશ્નો થશે, કેમ,કેવી રીતે અને ક્યાં ? પણ આ બધું કંઇ મહત્વનું નથી. મેં  પસંદગી કરી લીધી છે. કોઇએ મને  દબાણ કર્યું નથી. કોઇએ મને તકલીફ આપી નથી. કોઇએ મને દુખી કર્યો નથી.કોઇનો વાંક નથી. આ બનાવની જવાબદારી મારી છે. મને તેનું દુખ નથી. હું તમામ આશાઓ છોડી ચૂક્યો છું. મને માફ કરજો. હું હવે વધારે સહન કરી શકતો નથી.