Get The App

વડોદરા - નાગદા સેકશનમાં કવચ સિસ્ટમ સ્થાપિત કરાયું

આજે વડોદરાથી ગોધરા વચ્ચે લોકોમોટિવને લીલીઝંડી અપાશે, ૨૨૪.૫૧ કિ.મી. રૂટ આવરી લીધો

Updated: Mar 29th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરા - નાગદા સેકશનમાં કવચ સિસ્ટમ સ્થાપિત કરાયું 1 - image

વડોદરા-નાગદા રેલવે ખંડ પર સ્વદેશી કવચ સિસ્ટમનું આવતીકાલે ૩૦ માર્ચે કમિશનિંગ કરાશે. સિગ્નલ અને ટેલિકોમ વિભાગ દ્વારા આ પ્રોજેક્ટ વર્ઝન ૪.૦ના ધોરણો મુજબ પૂર્ણ કરાયો છે.

કવચ સિસ્ટમ કુલ ૨૨૪.૫૧ આર.કે.એમ. (રૂટ કિલોમીટર) વિસ્તારમાં લાગુ કરવામાં આવી રહી છે. જેમાં વડોદરાથી મંગલ મહુડી (૧૨૨.૫ - કિમી) અને પંચપિપલિયાથી નાગદા (૧૦૨.૦૧ - કિમી) સુધીનો સમાવેશ થાય છે. આ માર્ગ રેલવે માટે અત્યંત વ્યસ્ત ગણાતો હોવાને હોવાને કારણે આ આ ટેકનોલોજીનો અમલ અમલ મહત્વપૂર્ણ માનવામાં માનવામાં આવે આવે છે. છે.

નાગદા -વડોદરા -સુરત -વિરાર-મુંબઈ સેન્ટ્રલ સેકશન ૫૨ વચને ૩૯૭ કરોડ રૂપિયાના ખર્ચે મંજૂરી મળી છે. અગાઉ વડોદરા-વિરાર વચ્ચે ૩૪૪ ક્લિોમીટર સેકશનમાં કવચ ૪.૦ લાગુ કરાયું હતું. ઉપરાંત વડોદરા-અમદાવાદ ખંડ પર પણ આ સિસ્ટમ અમલમાં મુકાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કવચ એક સ્વદેશી ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ છે, જે માનવીય ભૂલોને ઘટાડે છે અને જરૂરી પરિસ્થિતિમાં આપમેળે હસ્તક્ષેપ કરીને ટ્રેનને નિયંત્રિત કરે છે.