ભાવનગર - આવતીકાલ તા.૧૬ મે ને શનિવારે શહેરના મેઘાણી સર્કલ ખાતે આવેલા સાંઈ સેવા સમાજ
ટ્રસ્ટ સંચાલિત મંદિરમાં શનિ મહારાજના જન્મદિવસની ધામધુમથી ઉજવણી કરાશે. આ પ્રસંગે
સવારે ૫-૩૦ થી અનેકવિધ ધાર્મિક કાર્યક્રમા યોજાશે. સવારે ૯ થી મહાપ્રસાદનું વિતરણ
કરાશે. શહેરના તળાજા રોડ પરના ટોપ થ્રી સીનેમા સામે આવેલા સાંઈધામ સાંઈબાબાના
મંદિરમાં સવારે ૫-૩૦ થી રાત્રે ૧૧-૩૦ સુધી આરતી, ધ્વજારોપણ, મહાઆરતી, મહાપ્રસાદ અને સુંદરકાંડ સહિતના કાર્યક્રમો
યોજાશે. શહેરના પાનવાડી ખાતે બિલેશ્વર મહાદેવના મંદિરના પટાંગણમાં આવેલ શનિદેવના
મંદિરમાં આખો દિવસ શણગાર, પ્રસાદ, સાંજે
૭-૩૦ કલાકે દિ૫માળાનું આયોજન કરાયેલ છે.


