Get The App

કોટ વિસ્તારનો સંવેદનશીલ વોર્ડ દરિયાપુરમાં પાંચ ટર્મથી ભાજપના ઉમેદવાર મ્યુનિ.ચૂંટણી જીત્યા નથી

ગત ચૂંટણીની તુલનામા આ વખતે ૨૨૩૭૪ મતદારોનો ઘટાડો ચિંતાજનક

Updated: Apr 5th, 2026

GS TEAM

Google News
Google News
કોટ વિસ્તારનો સંવેદનશીલ વોર્ડ દરિયાપુરમાં પાંચ ટર્મથી ભાજપના ઉમેદવાર મ્યુનિ.ચૂંટણી જીત્યા નથી 1 - image

     

  અમદાવાદ,શનિવાર, 4 એપ્રિલ,2026

અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલો દરિયાપુર એક સંવેદનશીલ વોર્ડ છે. આ વોર્ડમાં ગંદાપાણીથી લઈ કોમર્શિયલ બાંધકામ સુધીની અનેક નાની મોટી સમસ્યા હોવા છતાં પાંચ ટર્મથી આ વોર્ડમાં ભાજપનો એક પણ ઉમેદવાર ચૂંટણી જીતી કોર્પોરેટર બની શકયો નથી. વર્ષ-૨૦૨૧ની ચૂંટણીની તુલનામા આ ચૂંટણીમાં ૨૨૩૭૪ મતદારોનો ઘટાડો ચિંતાજનક છે.

કોટ વિસ્તારમાં  વર્ષ-૧૯૯૫ સુધીનો સમય એવો હતો કે જયારે ખાડીયાની સાથે દરિયાપુર અને કાલુપુર વોર્ડ પણ અલગ અસ્તિત્વ ધરાવતા હતા.દરિયાપુર વોર્ડમાંથી ભાજપના કોર્પોરેટર ચૂંટાતા હતા એ બાબત હવે જુની લાગી રહી છે. વર્ષ-૨૦૦૦થી દરિયાપુર વોર્ડમાં કોંગ્રેસના જ કોર્પોરેટરો ચૂંટાઈને આવતા જોવા મળ્યા છે. કોંગ્રેસ તરફથી સ્વ.વિનોદ મોદી તો દરિયાપુર વોર્ડમાંથી સતત છ ટર્મ સુધી કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. વોર્ડના સીમાંકન પછી કાલુપુર વોર્ડને ખાડીયા અને દરિયાપુર વોર્ડમાં મર્જ કરવામા આવતા વર્ષ-૨૦૧૫થી દરીયાપુર વોર્ડમાં ચાર કોર્પોરેટર ચૂંટાઈને આવે છે. દરિયાપુર વોર્ડમાં ભાજપના ઉમેદવાર જીતતા નહીં હોવા પાછળ પક્ષ તરફથી મુકવામા આવતા નબળા ઉમેદવારો  મુખ્ય કારણ હોવાનુ સ્થાનિકો કહી રહયા છે.

વોર્ડની ડેમોગ્રાફી

વિસ્તાર- ૧.૬૨ ચોરસ કિલોમીટર

વસ્તી-૧૧૭૩૧૪

કુલ બુથ-૮૫

કુલ મતદાર- ૭૭૭૦૨

પુરુષ-૪૦૧૪૮

મહિલા- ૩૭૫૪૪

અન્ય-૧૦

લઘુમતી મત- ૪૦ હજાર

બહુમતી મત-૩૭ હજાર