Gujarat

એડવોકેટને સિક્યુરિટી ગાર્ડ લાફો ઝીંકી ધમકી આપી

By GS TEAM
16 May 20261 min read
એડવોકેટને સિક્યુરિટી ગાર્ડ લાફો ઝીંકી ધમકી આપી

શખ્સ સામે બોટાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ

ભાવનગર - ઢસા ગામે રહેતા અને એડવોકેટ અને આરટીઓની કામગીરી કરતા યુવાન આરટીઓ કચેરીમાં કામ સબબ ગયા હતા. ત્યારે શખ્સે ગાળો આપી લાફા ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

એડવોકેટ કામ સબબ આરટીઓ કચેરીમાં ગયા ત્યારે બનાવ બન્યો

ગઢડા તાલુકાના ઢસા ગામ જૈન ઉપાશ્રય પાસે રહેતા અને આરટીઓનું કામ કરતા ચિરાગભાઈ મુકેશભાઈ બોટાદરાને બોટાદ રાણપુર રોડ આરટીઓ કચેરી ખાતે કામ હોય આરટીઓ કચેરી ખાતે ગયેલ હતો અને ત્યા આરટીઓ કચેરી ખાતે ખાતે પ્રાઈવેટ સીક્યુરીટી તરીકે નોકરી કરતો જીગ્નેશ ગોસ્વામી (રહે.ટાટમ ગામ તા.ગઢડા જી. બોટાદ ) ગાળો બોલતો હતો અને ચિરાગભાઈ કાગળો મેઈન હોલમા ટેબલ નંબર ૦૪ ઉપર જમા કરાવવા ગયા ત્યારે જીગ્નેશએ ગાળો આપી ગાલ ઉપર લાફો મારી ઇજા પહોંચાડી જીગ્નેશએ વોટ્સએપ કોલ કરી કહેલ કે તારે જેમ રેવુ હોય તેમ રહેજે તારા ટાટીયા ભાંગી તને જાનથી મારી નાખવાનો છે તેમ ધમકી આપી હતી. આ બનાવ સંદર્ભે ચિરાગભાઈએ શખ્સ વિરૃધ્ધ બોટાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.