Gujarat

કાલાવડના મોટા વડાળા ગામે તરગારા જોવા ગયેલા અનુસૂચિત જાતિના યુવાનને મારમારી હડધૂત કરાયો: ત્રણ સામે ફરિયાદ

By GS Team
22 Mar 20241 min read
This article was originally published on 22 Mar 2024
કાલાવડના મોટા વડાળા ગામે તરગારા જોવા ગયેલા અનુસૂચિત જાતિના યુવાનને મારમારી હડધૂત કરાયો: ત્રણ સામે ફરિયાદ

જામનગર,તા.22 માર્ચ 2024,શુક્રવાર

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં રહેતા અનુસૂચિત જાતિના યુવાનને તરગારાનો કાર્યક્રમ જોવા જતી વેળાએ ત્રણ શખ્સોએ હડધુત કરી માર માર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.

 કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં રહેતા અને કડિયા કામ કરતા અરુણભાઈ મેઘજીભાઈ ચંદ્રપાલ નામના અનુસૂચિત જાતિના યુવાને પોતાને માર મારી સમાજમાં હલકા પાડવા માટે હડધૂત કરવા અંગે મોટા વડાળા ગામના ફિરોજ ગીગાભાઈ મોગલ, રાજુ ગીગાભાઈ મોગલ અને તેના એક અન્ય સાગરિત સામે ફરિયાદ નોંધાવી છે.

 ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન ગામના ચોરામાં તરગારા જોવા ગયો હતો, જ્યાં આરોપીઓ ભેગા થયા હતા, અને તારે સરપંચ બાબતે કશું બોલવાનું નથી, તેમ કહી માર માર્યો હતો.જે ત્રણેય આરોપીઓને પોલીસ શોધી રહી છે.