Get The App

દર મહિના ભાડુ અપાવવાનું કહીને આરોપીએ ૩૦ વધુ વાહન બારોબાર વેચ્યા

પોર્ટર નામે વાહન લઇને છેતરપિંડી કરવાનો મામલો

સરખેજ પોલીસે આરોપીની ધરપકડ કરીને અલગ અલગ જિલ્લાઓમાંથી૨૭ લાખની કિંમતના ૧૭ વાહન જપ્ત કર્યા

Updated: Feb 18th, 2026

GS TEAM

Google News
Google News
દર મહિના ભાડુ અપાવવાનું કહીને આરોપીએ ૩૦ વધુ વાહન બારોબાર વેચ્યા 1 - image

અમદાવાદ,બુધવાર

પોર્ટર નામની એપ્લીકેશન દ્વારા વાહન ભાડે ચલાવવા માટે લઇને વાહનમાલિકો સાથે છેતરપિંડી કરનાર આરોપીને ઝડપીને સરખેજ પોલીસે ૨૭ લાખની કિંમતના ૧૭ વાહન જપ્ત કર્યા છે. આરોપીની પુછપરછમાં તેણે ૩૦થી વધુ વાહનો બારોબાર વેચ્યા હોવાનું જાણવા મળ્યું હતું. 

દર મહિના ભાડુ અપાવવાનું કહીને આરોપીએ ૩૦ વધુ વાહન બારોબાર વેચ્યા 2 - imageધંધુકામાં રહેતા ખેડૂતનું પીકઅપ વાન પોર્ટર કંપનીમાં ભાડે ફેરવવાનું કહીને ૧૨થી વધુ લોકોના વાહન લઇને ઇકબાલ સિપાઇ (રહે.ફતેવાડી, સરખેજ) એ છેતરપિંડી આચરી હતી. આ કેસની તપાસમાં સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ એ ગોહિલેઆરોપી ઇકબાલ સિપાઇની ધરપકડ કરીને તપાસ કરતા તેણે ૩૦ થી વધુ પીકઅપ વાહન મેળવીને અનેક લોકો સાથે છેતરપિંડી આચરીને તમામ વાહનો બારોબાર વેચાણ કરી દીધા હતા. પોલીસે આ અનુસંધાનમાં રૂપિયા ૨૭ લાખની કિંમતના ૧૭ પીકઅપ વાહન જપ્ત કર્યા હતા. જ્યારે અન્ય વાહન મેળવવા માટે તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આરોપીએ પોર્ટર કંપની સાથે પણ છેતરપિંડી કરતા તેના વિરૂદ્ધ વધુ એક ફરિયાદ પણ નોંધાઇ શકે છે.