વડોદરા : જેતલપુર રોડની વોર્ડ વિઝાર્ડ મેડિકેર કંપનીમાં ગેરરીતિ આચરી ૨૮.૪૭ કરોડની છેતરપિંડી કરવાના ગુનામાં સંડોવાયેલા ડો.સંતોષ ગઢવીને કોર્ટમાં રજૂ કરી તપાસ અધિકારીએ ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરતા જ્યુ.મેજિ.એ આરોપીના તા.૬ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
આરોપીના રિમાન્ડની માંગણી કરતા તપાસ અધિકારીએ રજૂ કરેલા
સોગંદનામામા રજૂઆત કરવામાં આવી હતી કે,આરોપીએ કથિત રીતે ખોટા દસ્તાવેજો અને શેલ
કંપનીઓનો ઉપયોગ કરીને કંપનીને મોટું આથક નુકસાન પહોંચાડયું છે એટલે તેની તપાસ
કરવાની છે. ડિવાઇન હેલ્થકેર અને બીમેક ઇમેજીંગ' જેવી બોગસ
પેઢીઓના નામે બેંક ખાતાઓ ખોલાવી તેમાં કંપનીના કરોડો રૃપિયા જમા કરાવ્યા હતા. આ
નાણાંમાંથી અંદાજે ૧.૪૩ કરોડ રૃપિયા આરોપીએ પોતાની પત્ની તેમજ અન્ય વ્યક્તિઓના
ખાતામાં ટ્રાન્સફર કર્યા હોવાનું જણાતા તેની તપાસ કરવાની છે અને ગુનામાં વપરાયેલી
ચેકબુક રિકવર કરવાની છે.
આરોપીએ બનાવટી ક્વોટેશન અને પર્ચેઝ ઓર્ડર ઉભા કર્યા હતા, જે
હકીકતમાં તે કંપનીઓ દ્વારા આપવામાં આવ્યા જ નહોતા. આ બોગસ દસ્તાવેજોના આધારે
મેડિકલ સાધનોના નામે એડવાન્સ પેમેન્ટ મેળવીને કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ એક
સિન્ડિકેટ ઓગ્રેનાઇઝડ ઈકોનોમિક ક્રાઈમ છે, જેમાં મેડિકલ
ફિલ્ડના અન્ય વ્યક્તિઓની સંડોવણી હોઈ શકે છે. આરોપીએ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા અને
અન્ય બેંકોમાં ખોલાવેલા ખાતાઓ તેમજ તેમાં થયેલા કરોડોના ટ્રાન્ઝેક્શન બાબતે ઊંડી
પૂછપરછ કરવાની જરૃર છે.આરોપીને સાથે રાખી દિલ્હી અને ચેન્નાઈ ખાતે પણ તપાસ કરવાની
આવશ્યકતા છે.
આરોપી ડોક્ટર હોવા છતાં આટલા મોટા આથક કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર
છે. અત્યાર સુધીની તપાસમાં આરોપીએ પોલીસને સહકાર આપ્યો નથી અને પુરાવાઓ છુપાવવાનો
પ્રયત્ન કર્યો છે. આ કૌભાંડના કાવતરાની કડીઓ જોડવા અને ઉચાપત કરાયેલા નાણાં ક્યાં
રોકવામાં આવ્યા છે તેની વિગતો મેળવવા માટે
આરોપીના રિમાન્ડની માંગણી કરવામાં આવતા જ્યુ.મેજિ.એ આરોપીના તા.૬ સુધી
રિમાન્ડ મંજૂર કર્યા હતા.


