Get The App

આરટીઓની કાર્યવાહી, ૨૯૨ ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરાયા

ફેટલ અકસ્માત, ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ અને ટ્રાફિક નિયમોના ભંગ બદલ કાર્યવાહી

Updated: Mar 13th, 2026

GS TEAM

Google News
Google News
આરટીઓની કાર્યવાહી, ૨૯૨ ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરાયા 1 - image

શહેરમાં વધતા અકસ્માતોની ચિંતાજનક ઘટનાઓ વચ્ચે આરટીઓ દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરતા તેમજ ગંભીર અકસ્માતોમાં સંડોવાયેલા વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

આરટીઓ દ્વારા વર્ષ ૨૦૨૫ દરમિયાન કુલ ૨૭૦ ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરાયા હતા. જેમાં ફેટલ અકસ્માતના ૮૨ કેસ, ડ્રિન્ક એન્ડડ્રાઈવના ૬૬ કેસ અને રોડ સેફ્ટી સંબંધિત હેલ્મેટ ન પહેરવું, રોંગ સાઈડમાં વાહન ચલાવવું સહિતના ૧૧૯ કેસોમાં લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે.

આ ઉપરાંત ડુપ્લિકેટ અથવા બે અલગ અલગ ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા હોવાના બે કેસ સામે આવતા તેવા લાયસન્સ પણ રદ કરાયા છે.

વર્ષ ૨૦૨૬માં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં ફેટલ અકસ્માતના ૧૩ કેસમાં તેમજ ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના ૯ કેસમાં મળી કુલ ૨૨ લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે.

આરટીઓના સૂત્રોના જણાવ્યા મુજબ, શહેરમાં માર્ગ અકસ્માતો ઘટાડવા અને વાહનચાલકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવા કાર્યવાહી જરૂરી છે. પે જાગતિⓇ