Get The App

યુ.કે.ના વિઝાના બહાને રૂા.૧૧.૫૦ લાખની ઠગાઈ

યુવકને વિઝિટર વિઝા પર દુબઈ મોકલી આપ્યો, અન્ય એક મહિલા પણ છેતરાઈ

Updated: Apr 15th, 2026

GS TEAM

Google News
Google News
યુ.કે.ના વિઝાના બહાને રૂા.૧૧.૫૦ લાખની ઠગાઈ 1 - image

યુ.કે.ના વર્ક પરમિટ વિઝાના અપાવવાનાબહાને બે વ્યક્તિઓ સાથે રૂા. ૧૧.૫૦ લાખની ઠગાઈ મામલે માંજલપુર પોલીસે ગુનો નોંધ્યો છે.

આણંદ રહેતો વૈશ્વિક પટેલ ખેતી કામ કરે છે. તેણે ફરિયાદમાં કહ્યું છે કે, વર્ષ ૨૦૨૫માં માંજલપુરના તુલસીધામ રોડ પર આવેલ લીલેરિયા પેરેમાઉન્ટ ખાતે એક ઓફિસમાં હિરલકુમાર કનુભાઈ પટેલ (રહે. માંજરોલ ગામ, સંખેડા, છોટાઉદેપુર) સાથે યુ.કે.ના વર્ક પરમિટ વિઝા માટે રૂા.૧૬.૫૦ લાખની રકમ ચૂકવવાનું નક્કી થયું હતું. જે પૈકી એડવાન્સ પેટે રૂા. ૫ લાખ ઓનલાઈન ચૂકવ્યા હતાં. ત્યારબાદ લંડનના વિઝા માટે વધુ રૂા. ૧.૫૦ લાખ પડાવી મને દુબઈના વિઝિટર વિઝા કરી આપ્યા હતા.

જો કે દુબઈ પહોંચતા જણાવ્યા મુજબનું કોઈ વર્ક ન હોવાથી પરત આવ્યો હતો અને મને લંડન મોકલશે તેવો કરાર કરી આપ્યો હતો. આખરે હિરલે મારા વિઝા અંગે કોઈ પ્રોસેસ ન કરી યુ.કે. વર્ક પરમિટ વિઝા આપવાના બહાને રૂા.૬,૫૦,૫૬૭ની છેતરપિંડી કરી હોવાની જાણ થઈ હતી.

આ ઉપરાંત અન્ય એક બહેન શ્રેયા અમીન પાસેથી યુ.કે. વર્ક પરમિટ વિઝાના બહાને રૂા. ૫ લાખ ઉપરોક્ત હિરલ પટેલે પડાવી લીધા છે. આમ, એણે કુલ રૂા. ૧૧,૫૦,૫૬૭ની ઠગાઈ આચરી છે.