Gujarat

જોડિયાના બોડકા ગામમાં મોડી રાત્રે લૂંટારુઓ ત્રાટક્યા: એક વૃદ્ધ મહિલાને માર મારી રૂપિયા અડધા લાખની માલમતા લૂંટી ગયા

By GS TEAM
12 Oct 20252 mins read
TukuTouch Logo
જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના બોડકા ગામમાં ગઈ મોડી રાત્રે લૂંટારૂ ટોળકી ત્રાટકી હતી, અને ફળિયામાં ખાટલો નાખીને સૂતેલા એક વૃદ્ધ મહિલાનું ગળું દબાવી માર મારી કાનમાંથી સોનાના ઠોળીયા અને રોકડ રકમ સહિત રૂપિયા અડધા લાખની માલમતાની લૂંટ ચલાવ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. એલસીબીની ટીમ અને જોડિયા પોલીસે તપાસ હાથ ધરી છે, અને લૂંટારૂ ટોળકી હાથ વેતમાં આવી છે. જેઓએ જીરાગઢમાં પણ આવી એક ઘટનાને અંજામ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જોડિયાના બોડકા ગામમાં મોડી રાત્રે લૂંટારુઓ ત્રાટક્યા: એક વૃદ્ધ મહિલાને માર મારી રૂપિયા અડધા લાખની માલમતા લૂંટી ગયા

જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના બોડકા ગામમાં ગઈ મોડી રાત્રે લૂંટારૂ ટોળકી ત્રાટકી હતી, અને ફળિયામાં ખાટલો નાખીને સૂતેલા એક વૃદ્ધ મહિલાનું ગળું દબાવી માર મારી કાનમાંથી સોનાના ઠોળીયા અને રોકડ રકમ સહિત રૂપિયા અડધા લાખની માલમતાની લૂંટ ચલાવ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. એલસીબીની ટીમ અને જોડિયા પોલીસે તપાસ હાથ ધરી છે, અને લૂંટારૂ ટોળકી હાથ વેતમાં આવી છે. જેઓએ જીરાગઢમાં પણ આવી એક ઘટનાને અંજામ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

બનાવની વિગત એવી છે કે જોડિયા તાલુકાના બોડકા ગામમાં રહેતા જશવંતીબેન જગદીશભાઈ ગડારા નામના ૮૦ વર્ષના પટેલ વૃદ્ધ મહિલા ગઈકાલે રાત્રિના એકાદ વાગ્યા આસપાસ પોતાના મકાનના ફળિયામાં ખાટલો ઢાળીને સુતા હતા, તે દરમિયાન એક સ્ત્રી અને ત્રણ પુરુષ સહિતના ચાર લૂંટારું શખ્સો ફળિયામાં ઘુસી આવ્યા હતા, અને વૃદ્ધ મહિલા નું મોઢું અને ગળું દબાવી તેમના કાનમાંથી સોનાના ઠોળીયાની લૂંટ ચલાવી હતી, સાથો સાથ રોકડ રકમ ભરેલું પર્ષ પણ લૂંટી લીધું હતું, અને ચારેય લૂંટારુઓ ત્યાંથી ભાગી છુટ્યા હતા.

જેથી સૌ પ્રથમ જસવંતીબેન ને જોડિયાની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ હતી, ત્યારબાદ તેઓએ જોડિયા પોલીસ મથકમાં બનાવની જાણ કરીને ફરિયાદ નોંધાવતાં જોડિયા પોલીસે અજાણ્યા લૂંટારુઓ સામે રૂપિયા અડધા લાખની માલમત્તાની લૂંટ ચલાવવા અંગેનો ગુનો નોંધ્યો છે.

જે બનાવની તપાસમાં એલસીબીની ટુકડીએ પણ ઝુકાવ્યું છે, અને એલ.સી.બી.ની ટીમ તથા જોડિયા પોલીસે કોમ્બિંગ હાથ ધરી લૂંટારૂ ટોળકીને હાથ વેંતમાં લઈ લીધી હોવાનું જાણવા મળ્યું છે. તેઓએ જીરાગઢ ગામમાં પણ એક લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જે અંગે પણ પોલીસ ફરિયાદ નોંધવા માટેની તજવીજ હાથ ધરાઈ છે.