Get The App

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરનાર રીક્ષા ચાલક પકડાયો

Updated: Feb 14th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરનાર રીક્ષા ચાલક પકડાયો 1 - image

Jamnagar Liquor Raid : જામનગરના પંચકોશી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે ફલ્લા હાઈવે રોડ પરથી પસાર થઈ રહેલી એક રીક્ષામાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી થઈ રહી છે. જેથી મોડી રાત્રે પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી.

જે વોચ દરમિયાન રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણીનો વતની મનીષ યોગેશભાઈ મીનામાં નામનો રીક્ષાચાલક ત્યાંથી પસાર થતાં તેની રીક્ષા અટકાવીને તલાસી લીધી હતી. જે તલાસી દરમિયાન જીજે-11 યુ. 2595 નંબરની રિક્ષામાં કુલ 144 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે રૂપિયા ત્રણ લાખની કિંમતની સીએનજી રીક્ષા અને 77,000 નો ઇંગલિશ દારૂ સહિતનો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો છે. અને રીક્ષા ચાલકની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.