Get The App

નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાની રીચા ભટનાગરે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો

Updated: May 7th, 2026

GS TEAM

Google News
Google News
નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાની રીચા ભટનાગરે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો 1 - image

Vadodara : તાજેતરમાં દિલ્હી ખાતે તા.28 એપ્રિલ 2026થી તા.14 મે 2026 દરમિયાન આયોજિત 24મી કુમાર સુરેન્દ્રસિંહ નેશનલ શૂટિંગ ચેમ્પિયનશીપ કોમ્પિટીશન (પિસ્તોલ) – 2026માં વડોદરાની શૂટર રીચા ભટનાગરે શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે.

 રીચા ભટનાગરે 25 મીટર સ્પોર્ટ્સ પિસ્તોલ માસ્ટર કેટેગરીમાં 600માંથી 529નો ઉત્તમ સ્કોર નોંધાવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેમના આ પ્રભાવશાળી દેખાવથી વડોદરા તેમજ ગુજરાતનું નામ રાષ્ટ્રીય સ્તરે ગૌરવપૂર્વક ઉજાગર થયું છે.