Gujarat

સયાજીપુરા વુડાના મકાનોના રહીશોનો પાણી મુદ્દે હોબાળો : કોર્પોરેશન કચેરીએ નાહવા ધોવા જશે તેવી ચીમકી

By GS TEAM
12 Jun 20261 min read
TukuTouch Logo
વડોદરા શહેરના આજવા રોડ પર સયાજીપુરા પાણીની ટાંકી સામેના વુડાના મકાનોમાં છેલ્લા કેટલાય દિવસથી બિલકુલ પાણી આવતું બંધ થયું છે. આ અંગે સ્થાનિકોએ આજે હોબાળો મચાવ્યો હતો. આગામી ચાર દિવસમાં પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો સ્થાનિકો ન્હાવા-ધોવા માટે પાલિકાની કચેરીએથી પરવારીને કામ ધંધે જશે તેવી ચીમકી આપવામાં આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

સયાજીપુરા વુડાના મકાનોના રહીશોનો પાણી મુદ્દે હોબાળો : કોર્પોરેશન કચેરીએ નાહવા ધોવા જશે તેવી ચીમકી

Vadodara Dirty Water : વડોદરા શહેરના આજવા રોડ પર સયાજીપુરા પાણીની ટાંકી સામેના વુડાના મકાનોમાં છેલ્લા કેટલાય દિવસથી બિલકુલ પાણી આવતું બંધ થયું છે. આ અંગે સ્થાનિકોએ આજે હોબાળો મચાવ્યો હતો. આગામી ચાર દિવસમાં પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો સ્થાનિકો ન્હાવા-ધોવા માટે પાલિકાની કચેરીએથી પરવારીને કામ ધંધે જશે તેવી ચીમકી આપવામાં આવી હતી.

આજવા રોડ પર સયાજીપુરા પાણીની ટાંકી સામેના વુડાના જર્જરિત મકાનોમાં છેલ્લા કેટલાય દિવસથી પીવાનું પાણી આવતું નથી. આ અંગે ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ તે અન્ય કોઈના દબાણથી બીજે મોકલી દેવામાં આવતી હોવાના આક્ષેપો થયા હતા. ત્યારબાદ આજે ફરી એકવાર સ્થાનિક રહીશોએ પાણી મુદ્દે હોબાળો મચાવ્યો છે. આ અંગે સ્થાનિકો જ્યાં સુધી એકત્ર થઈને તંત્રને ચીમકી નહીં આપે ત્યાં સુધી કોઈ કામ થતું નથી. જો આગામી ચાર દિવસમાં પાણીની સમસ્યાનો કોઈ નિકાલ નહીં આવે તો સ્થાનિકો નહાવા-ધોવાની કાર્યવાહી કરવા માટે પાલિકા વડી કચેરીનો ઉપયોગ કરશે. આમેય તમામ સરકારી અને પાલિકા કચેરી પ્રજાની જ હોવાનું કહેવાય છે.