Gujarat

સુભાનપુરાના વિમળનાથ કોમ્પ્લેક્સનો બીજા માળનો દાદર તૂટતાં રહીશોનું રેસ્ક્યૂઃએપાર્ટમેન્ટ ખાલી કરાવ્યું

By GS TEAM
18 Apr 20261 min read
સુભાનપુરાના વિમળનાથ કોમ્પ્લેક્સનો બીજા માળનો દાદર તૂટતાં રહીશોનું રેસ્ક્યૂઃએપાર્ટમેન્ટ ખાલી કરાવ્યું

 વડોદરાઃ વડોદરામાં જર્જરિત ઇમારતોનું જોખમ વધી રહ્યું છે અને આવી ઇમારતોમાં રહેતા લોકોને હવે વિકલ્પ શોધી રાખવો પડે તેવો સમય આવ્યો છે.આજે સુભાનપુરામાં આવા જ એક એપાર્ટમેન્ટનો દાદર તૂટતાં ૨૦થી વધુ લોકોનું રસ્કયૂ કરવામાં આવ્યું હતું.

એક મહિના પહેલાં ડભોઇરોડ પર અંબિકાધામ એપાર્ટમેન્ટમાં આવી જ રીતે બીજા અને ત્રીજા માળની લોબી ધરાશાયી થતાં 15 જેટલા પરિવારજનો બેઘર  બન્યા હતા.ફાયર બ્રિગેડે અનેક લોકોનું જાનના જોખમે રેસ્ક્યૂ કર્યું હતું.

ઉપરોક્ત  બનાવ બાદ રહીશોને અન્ય સ્થળે આશરો લેવો પડયો હતો.કેટલાક તો મંદિરમાં રહ્યા હતા તો કેટલાકે રસ્તા પર દિવસો વીતાવ્યા હતા.પરીક્ષાર્થીઓ પણ અટવાઇ ગયા હતા.

આવી જ રીતે રાત્રે આજે સુભાનપુરાના ચાર માળના વિમળનાથ કોમ્પ્લેક્સનો બીજા માળનો દાદર તૂટી પડતાં ત્રીજા અને ચોથા માળે રહેતા પરિવારો ફસાયા હતા.એપાર્ટમેન્ટ પણ જૂનું હોવાથી ફાયર બ્રિગેડે ફસાયેલા ૨૦થી વધુ લોકોનું સાવધાની પૂર્વક રસ્ક્યૂ કરાયું હતું.એપાર્ટમેન્ટ જર્જરિત હોવાથી તમામ ફ્લોર ખાલી કરાવવામાં આવ્યા હતા.જેને કારણે રહીશોને રાતોરાત બીજે આશરો શોધવાની નોબત આવી હતી.