Get The App

વડોદરા નજીક વિરોદ ગામે રાત્રે ઘર સુધી આવી ગયેલા મગરનું દિલધડક રેસ્ક્યુ

Updated: Apr 2nd, 2026

GS TEAM

Google News
Google News
વડોદરા નજીક વિરોદ ગામે રાત્રે ઘર સુધી આવી ગયેલા મગરનું દિલધડક રેસ્ક્યુ 1 - image

Vadodara Crocodile Rescue : વડોદરા નજીક વિરોધ ગામે ગઈકાલે રાત્રે એક મગરનું મહા મુશ્કેલીથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. શિયાળામાં મગરો બહાર નીકળતા હોય છે પરંતુ ઉનાળામાં મગરો બહાર નીકળતા ખેતરોમાં મકાન બહાર સુતા લોકો માટે જોખમ સર્જાયું છે.

વડોદરા નજીક આવેલા વિરોધ ગામે ગઈકાલે રાત્રે ખેતરમાં પાંચથી છ ફુટનો એક મગર આવી ગયો હતો. નજીકમાં જ રહેણાંક મકાન હોવાથી લોકો ગભરાયા હતા અને જીવ દયા કાર્યકરોને જાણ કરી હતી. 

વડોદરાના કાર્યકરોએ ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કર્યું હતું અને ફોરેસ્ટ વિભાગને સોંપ્યો હતો. આમ ગ્રામજનો માટે મગરો વધુ એક મુશ્કેલીનું કારણ બન્યા છે.