Gujarat

ગુજરાતના બે જિલ્લામાં આગામી 3 કલાકમાં ભારે વરસાદનું રેડ ઍલર્ટ, અમદાવાદ સહિત 13 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ

By GS Team
11 Aug 20261 min read
TukuTouch Logo
ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે સાંજના 4 વાગ્યા સુધીનું નાઉકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે. મહીસાગર અને પંચમહાલમાં ભારે વરસાદની શક્યતાને પગલે રેડ ઍલર્ટ અપાયું છે. જ્યારે અમદાવાદ સહિત 13 જિલ્લાઓમાં મધ્યમ વરસાદની સંભાવના સાથે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતના બે જિલ્લામાં આગામી 3 કલાકમાં ભારે વરસાદનું રેડ ઍલર્ટ, અમદાવાદ સહિત 13 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ

Gujarat Rain Alert: ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક એટલે કે સાંજના 4 વાગ્યા સુધી માટે તાજા નાઉકાસ્ટ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. આ આગાહી અનુસાર, રાજ્યના મધ્ય ગુજરાતના બે જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે રેડ ઍલર્ટ જ્યારે અમદાવાદ સહિત 13 જિલ્લાઓમાં ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે.

મહીસાગર અને પંચમહાલમાં રેડ ઍલર્ટ

હવામાન વિભાગની આગાહી અનુસાર, મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં આગામી 3 કલાક દરમિયાન અત્યંત ભારે વરસાદની શક્યતા હોવાથી રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે, જેને પગલે તંત્રને પણ સાવચેત રહેવા જણાવાયું છે.

અમદાવાદ સહિત 13 જિલ્લાઓમાં ઑરેન્જ ઍલર્ટ

બીજી તરફ, અમદાવાદ શહેર અને જિલ્લા સહિત 13 જિલ્લાઓમાં મધ્યમ વરસાદની સંભાવના સાથે ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, અરવલ્લી, દાહોદ, નર્મદા, તાપી, ડાંગ, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાઓનો સમાવેશ થાય છે:

સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ

આ ઉપરાંત, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.