Get The App

સુરેન્દ્રનગરમાં રેશનિંગ દુકાનદારોએ કમિશન અને પડતર પ્રશ્નો મુદ્દે રોષ

Updated: Mar 10th, 2026

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગરમાં રેશનિંગ દુકાનદારોએ કમિશન અને પડતર પ્રશ્નો મુદ્દે રોષ 1 - image

સીબીડીસી  પ્રોજેક્ટની વધારાની કામગીરી સોંપતા વિરોધ  

કેવાયસી દીઠ નક્કી કરેલું વળતર અને નિયમિત કમિશન ચૂકવવા પુરવઠા અધિકારીને આવેદન

સુરેન્દ્રનગરસુરેન્દ્રનગર જિલ્લાના રેશનિંગ દુકાનદારોએ પોતાના લાંબા સમયના પડતર પ્રશ્નો અને કમિશન બાબતે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં દુકાનદારોએ સરકારની નીતિઓ સામે રોષ ઠાલવતા વહેલી તકે પ્રશ્નોના નિરાકરણની માંગ કરી હતી.

જિલ્લામાં અંદાજે ૫૦૦થી વધુ રેશનિંગ દુકાનદારો છે, જેઓ હજારો કાર્ડધારકો સાથે જોડાયેલા છે. રજૂઆત મુજબ, સરકાર દ્વારા તાજેતરમાં અમલી બનાવેલા સીબીડીસી પ્રોજેક્ટ હેઠળ દુકાનદારોને વધારાની કામગીરી સોંપવામાં આવી છે. વાસ્તવમાં આ કામગીરી વીસીઇ (ગ્રામીણ કોમ્પ્યુટર સાહસિક) દ્વારા કરવાની હોય છે, છતાં તે દુકાનદારો પર લાદવામાં આવતા અસંતોષ ફેલાયો છે.

વધુમાં, અગાઉ સરકારે કેવાયસીની કામગીરી પેટે દીઠ રૃ. ૫ વળતર આપવાનું નક્કી કર્યું હતું, જે આજદિન સુધી ચૂકવવામાં આવ્યું નથી. દુકાનદારોએ આક્ષેપ કર્યોે હતો કે તેમને નિયમિત અને પૂરતું કમિશન પણ મળતું નથી. જો આ પડતર માંગણીઓ સત્વરે સંતોષવામાં નહીં આવે, તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ તકે મોટી સંખ્યામાં એસોસિએશનના સભ્યો અને દુકાનદારો હાજર રહ્યા હતા.