Get The App

ડાકોરના ઠાકોરની સેવા હવે મોંઘી! ધજા અને વિવિધ મનોરથના ભાવમાં મંદિરે કર્યો મોટો વધારો, જાણો નવા દર

Updated: May 8th, 2026

GS TEAM

Google News
Google News
ડાકોરના ઠાકોરની સેવા હવે મોંઘી! ધજા અને વિવિધ મનોરથના ભાવમાં મંદિરે કર્યો મોટો વધારો, જાણો નવા દર 1 - image


Dakor Temple : ખેડાના સુપ્રસિદ્ધ ડાકોર મંદિર ખાતે ધજા અને મનોરથના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. આમ, ડાકોરના ઠાકોરની સેવા હવે મોંઘી થશે! મંદિર કમિટીએ મનોરથના ભાવમાં વધારો કરી નવા દર જાહેર કર્યા છે. 

ડાકોરમાં ધજા અને વિવિધ મનોરથના ભાવમાં મંદિરે કર્યો મોટો વધારો

ડાકોર મંદિર ખાતે ધજા અને વિવિધ મનોરથના ભાવમાં 2થી 4 ગણા જેટલો તોતિંગ વધારો કરાતાં આર્થિક રીતે અસક્ષમ ભક્તોમાં અસંતોષની લાગણી જોવા મળી છે. છે. જેમાં ધજા આરોહણ, રાજભોગ મનોરથ, તુલસી વિવાહ સહિતમાં મોટો વધારો કરવામાં આવ્યો છે.

વિવિધ મનોરથજૂના દરનવા દર
સોનાના શિખર પર ધજા ચડાવવારૂ. 610રૂ. 2500
52 ગજની ધજા ચડાવવાનારૂ. 2500રૂ. 11000
રાજભોગની બાધારૂ. 3900રૂ. 9345
કુંજ મનોરથરૂ. 5100રૂ. 11000
તુલસી વિવાહરૂ. 25000રૂ. 51000