Get The App

રાજકોટની સાધના સોસાયટીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, મકાનમાં જ્વલનશીલ પદાર્થો હોવાની આશંકા

Updated: Mar 27th, 2026

GS TEAM

Google News
Google News
રાજકોટની સાધના સોસાયટીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, મકાનમાં જ્વલનશીલ પદાર્થો હોવાની આશંકા 1 - image


Rajkot Gas Cylinder Blast: રાજકોટની સાધના સોસાયટીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની એક ગંભીર ઘટના સામે આવી છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક અહેવાલો અનુસાર, બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેમાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે, જેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી છે.

ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને રાહત કામગીરી શરૂ કરી દીધી હતી. સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ, જે મકાનમાં આ વિસ્ફોટ થયો ત્યાં અન્ય જ્વલનશીલ પદાર્થો પણ હોવાની આશંકા સેવાઈ રહી છે, જેના કારણે તંત્ર દ્વારા સતર્કતા દાખવવામાં આવી રહી છે. હાલ ફાયર વિભાગ દ્વારા પરિસ્થિતિ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે અને પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.